Home »National News »Latest News »National» Checkout Top News Stories At Divyabhaskar

એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ ચીનની મિસાઈલથી ભારત-USને ખતરો, માર્ચમાં મોદી ફરી આવશે ગુજરાત

divyabhaskar.com | Feb 06, 2017, 19:35 PM IST

  • એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ ચીનની મિસાઈલથી ભારત-USને ખતરો, માર્ચમાં મોદી ફરી આવશે ગુજરાત,  national news in gujarati
મોરબી: પુત્રના મોતના 6 મહિનામા સસરાએ જ કરાવ્યા પુત્રવધૂના પુન:લગ્ન

દીકરી વ્હાલનો દરિયો હોય છે અને દીકરીને સાસરે વળાવ્યા બાદ પિતા પોતાની જવાબદારીમાંથી મુક્ત થયાનો અહેસાસ કરતા હોય છે. પરંતુ પોતાની પુત્રવધૂને એક સસરા પિતા બનીને સાસરે વળાવે તે કેવી અદભૂત વાત કહેવાય. આ કોઈ કાલ્પનિક કિસ્સો નથી પરંતુ હકીકતમાં મોરબીમાં આવો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં વિધવા પુત્રવધૂના પુનઃલગ્ન કરાવીને પટેલ પરિવારે પ્રેરણા પૂરી પાડી છે. પુત્રના અવસાનના છ મહિનામાં જ પુત્રવધૂના પુન: લગ્ન કરાવી સાસરે વળાવી છે.

4.58 લાખમાં હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 ભારતમાં લોન્ચ, માઇલેજ 24.95 Kmpl 

ઘણાં લાંબા સમયથી રાહ જોવડાવ્યા પછી હ્યુન્ડાઇની ટોપ સેલિંગકાર i10 ને આજે 'ગ્રાન્ડ i10 ફેસલિફ્ટ' ના નામથી લોન્ચ કરવામાં આવી છે. i20 ખરીદવાની ઇચ્છા રાખનારાને નવી i10 ખાસ કરીને આકર્ષિત કરશે. 

વડોદરાઃ ભારતીય-અફઘાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો મામલો, 11ની ધરપકડ

પારૂલ યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે વિદેશી અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના કેસમાં 11 વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ઝામ્બિયા, કેમરૂન, કોંગો અફઘાનિસ્તાન અને ભારતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પુતિન કિલર છે? જવાબમાં ટ્રમ્પે કહ્યું તમને લાગે છે અમેરિકા માસુમ છે?

ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રેસિડન્ટ પુતિને કિલર કહેવા પર વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. અમેરિકન ચેનલના એક ટીવી ઈન્ટવ્યૂમાં તેઓએ કહ્યું કે શું અમેરિકા માસુમ છે?, બાદમાં તેઓએ કહ્યું કે પુતિનનું સન્માન કરવાનો અર્થ એ નથી કે તેમને સાથ આપું છું, ટ્રમ્પે ઈન્ટરવ્યૂમાં ઈરાન સાથેની ન્યૂક્લિયર કરારને અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે આતંકવાદ ફેલાવવામાં ઈરાન પ્રથમ નંબરે છે આથી તેમની સાથે કોઈ કરાર ન કરવા જોઈએ

સુબ્રતોને આંચકો: 10,600 એકરમાં ફેલાયેલી એમ્બે વેલી ટાંચમાં લેવા નિર્દેશ

દેશની સર્વોચ્ચ અદાલતમાંથી સહારાશ્રી સુબ્રતો રોયન વધુ એક વખત રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે પુણે સ્થિત 10, 600 એકરમાં ફેલાયેલી સહારાની એમ્બે વેલી પ્રોપર્ટીને ટાંચમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. સહારાની આ પ્રોપર્ટીની કિંમત 40 હજાર કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચીનની એડવાન્સ બેલેસ્ટિક મિસાઇલ સાથે ડ્રિલ, ભારત-US માટે ખતરો

ચીનની રોકેટ ફોર્સ ટીમે હાલમાં જ 1000 કિમીથી વધુની રેન્જ ધરાવતી મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ DF-16 સાથે  ડ્રિલ કર્યું. આ એડવાન્સ બેલેસ્ટિક મિસાઇલ ભારત, જાપાન અને અમેરિકા માટે ખતરારૂપ છે. 

સુભાષચંદ્ર બોઝની નજીક રહેલા કર્નલ નિઝામુદ્દીનનું 117 વર્ષની વયે નિધન

આઝાદ હિંદ ફોજના કર્નલ, સુભાષચંદ્ર બોઝના ડ્રાઇવર અને તેમના ખૂબ નજીકના વ્યક્તિ કહી શકાય તેવા નિઝામુદ્દીનનું સોમવારની સવારે 117 વર્ષની વયે નિધન થયું છે. તેઓ જણાવતા હતા કે બર્મામાં છિતાંગ નદી પાસે 20 ઓગસ્ટ, 1947 ના રોજતેમણે નેતાજીને છેલ્લી વાર હોડી પાસે છોડ્યા હતા. ત્યારબાદ તેમની મુલાકાત થઇ નહી. નિઝામુદ્દીન નેતાજી સાથે બર્મામાં 1943થી 1945 સુધી સાથે રહ્યા.

મોદી ફરી એકવાર આવશે ગુજરાત, 8 માર્ચે મહિલા સંમેલનમાં આપશે હાજરી

નરેન્દ્ર મોદી 8મી માર્ચે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાના મહિલા સરપંચોના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આગામી 8મી માર્ચના મહિલા દિનની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે ગુજરાતમાં પણ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. તેથી આગામી 8મી માર્ચે ગાંધીનગરમાં વિવિધ રાજ્યોના સરપંચોનું સંમેલન મળવાનું છે. આ સંમેલનમાં નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહીને ઉદઘાટન કરશે. 

કુકે ઇંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટન્સીમાંથી આપ્યું રાજીનામું, ભારત સામે હાર્યા હતા શ્રેણી

 ભારત સામે ટેસ્ટ સિરીઝમાં મળેલી ખરાબ હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કુકે કેપ્ટન પદેથી રાજીનામુ આપ્યુ છે. ભારત વિરૂદ્ધ તાજેતરમાં જ રમાયેલ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમ કુકની કેપ્ટન્સીમાં 0-4થી હારી ગઇ હતી.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Checkout Top News Stories at divyabhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended