Home »National News »Latest News »National» Checkout Top News Stories At Divyabhaskar

એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ સુરતમાં નબીરાઓની દારૂની પાર્ટી, ટંકારામાં અકસ્માત બાદ લાશના પોટલાં બાંધવા પડ્યાં

divyabhaskar.com | Feb 04, 2017, 20:10 PM IST

  • એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ સુરતમાં નબીરાઓની દારૂની પાર્ટી, ટંકારામાં અકસ્માત બાદ લાશના પોટલાં બાંધવા પડ્યાં,  national news in gujarati
 
પાકિસ્તાનમાં નવાઝ શરીફ સરકારે આતંકી સંગઠનો વિરુદ્ધ દાખવેલી કડકાઇ કારગત સાબિત થઇ હોય એમ લાગે છે. આતંકી ઓર્ગેનાઇઝેશન જમાત-ઉદ-દાવાએ હવે પોતાનું નામ બદલીને 'તહરીક આઝાદી જમ્મુ એન્ડ કાશ્મીર' (TAJK) કરી દીધું છે. જમાતના ચીફ અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને પાકિસ્તાનની સરકારે નજરબંધ કર્યો છે.
 
 
યુપીએ સરકારમાં ફોરેન મિનિસ્ટર રહેલાં એસએમ કૃષ્ણા ટૂંક સમયમાં બીજેપીમાં જોડાશે. બીજેપીના સીનિયર લીડર બીએસ યેદિયુરપ્પાએ આ ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ કૃષ્ણાએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. તેમનું કહેવું હતું કે ઉંમરના કારણે તમને પાર્ટીમાંથી નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે.
 
 
હવે ચેરિટેબલ ટ્રસ્ટ, મંદિર, મસ્જિદ સહિત અન્ય સંસ્થાઓને આપવામાં આવતા દાન 2000 રૂપિયાથી વધુ કેશ ડોનેશન પર જ ટેક્સ છૂટ મળશે. બજેટ 2017 માં કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સમાં સેકશન 80જી હેઠળ કેશ ડોનેશન લિમિટને 10 હજાર રૂપિયાથી ઘટાડીને 2000 રૂપિયા કરી દીધી છે.
 
 
શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા મહેશ્વરી ભવન સામેના આલિશાન એપાર્ટમેન્ટમાંથી દારૂની મહેફિલ માણતા નવ નબીરા ઝડપાયા હતાં. પોલીસે બાતમીના આધારે રાત્રીના રેડ કરતાં નવ નબીરા નશાની હાલતમાં મળી આવતાં પોલીસે તમામની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના મેરઠ પહોંચ્યા હતા. ત્યાં તેમણે રેલીને સંબોધી હતી. મોદીની મેરઠની રેલી યુપીની 18 વિધાનસભા બેઠકોને આવરી લે છે. મોદીએ કહ્યું કે આ ચૂંટણી ભાજપની SCAM વિરુદ્ધની લડાઇ છે. સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતનો એક પણ જવાન ન મર્યો તેનું કેટલાકને દુઃખ છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસીને એક એક પાયનો હિસાબ લીધો છે.
 
 
પ્રેમિકાની હત્યા કરીને તેને ચબૂતરમાં દફન કરનાર ઉદયને વધુ માતા-પિતાની પણ હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શનિવારે પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, 2011માં માતા-પિતાની હત્યા કરીને તેમને પણ ઘરના આંગણામાં દફનાવી દીધા હતા.
 
 
ટંકારા-રાજકોટ હાઇવે પર આજે સવારે 9 વાગે જબલપુરના પાટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં ભીષણ આગ લાગતા અંદર બે વ્યક્તિ ભડથું થઇ ગયા હતા. તેમજ એક હોન્ડા ચાલકન સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
 
 
આઈપીએલ-10 માટે હવે ખેલાડીઓની હરાજી 20 ફેબ્રુઆરીના રોજ યોજાશે. પહેલા આ હરાજી 4 ફેબ્રુઆરીના રોજ યોજાવાની હતી. આ હરાજીમાં 76 પ્લેયર્સ માટે બોલી લગાવવામાં આવશે અને કુલ 143.33 કરોડનો ખર્ચ કરવામાં આવશે. બીસીસીઆઈના મતે 5 એપ્રિલથી શરૂ થનારી આ સિઝન માટે બેંગલોરમાં હરાજી યોજાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Checkout Top News Stories at divyabhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended