Home »National News »Latest News »National» Checkout Top News Stories At Divyabhaskar

એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ રોકડ ઉપાડની મર્યાદા હટવાની શક્યતા, J&Kમાં LeTનો આતંકી ઝડપાયો

divyabhaskar.com | Feb 03, 2017, 19:28 PM IST

  • એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ રોકડ ઉપાડની મર્યાદા હટવાની શક્યતા, J&Kમાં LeTનો આતંકી ઝડપાયો,  national news in gujarati
(1) અઠવાડિયે 24 હજારના ઉપાડની મર્યાદા હટાવી શકે છે RBI, સરકારે આપ્યા સંકેત
 
સરકારે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં 24 હજાર રૂપિયાની અઠવાડિયે કેશ વિથડ્રૉઅલ ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે. આર્થિક મામલાઓના સચિવ શક્તિકાંત દાસે કહ્યું કે બહુ ઓછા લોકો અઠાવાડિયામાં 24 હજાર કે મહિનામાં 96 હજાર રૂપિયા સેવિંગ એકાઉન્ટમાંથી ઉપાડે છે. તેને જોતા ટૂંક સમયમાં RBI વીકલી વિથડ્રૉઅલ લિમિટ હટાવવવાનો નિર્ણય લઈ શકે છે.
 
(2) J&K: પુલવામામાં LeTનો આતંકી ઝડપાયો; 1 પિસ્તોલ, 2 ગ્રેનેડ મળ્યાં
 
પુલવામામાં સેના અને સ્થાનિક પોલીસે મળીને કરેલા ઓપરેશનમાં લશ્કર-એ-તોયબાનો એક આતંકી પકડાયો છે. પકડાયેલા આતંકી પાસેથી 1 પિસ્તોલ, 2 ગ્રેનેડ અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે આ વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
 
(3) નોઇડા: દરેક Like પર પૈસાની લાલચ આપી 3700 કરોડની ઠગાઈ, 3ની ધરપકડ
 
ઉત્તર પ્રદેશ એસટીએફે સોશિયલ ટ્રેડિંગના નામ પર ચાલતાં આશરે 3,700 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં  એક લાઈક પર 5 રૂપિયા ઓફર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં  એસટીએફે કંપનીના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઉપરાંત કંપનીનું બેંક એકાઉન્ટ પર સીઝ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 500 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મિત્તલના એક ડિસ્ટ્રિબ્યુટરના કહેવા પ્રમાણે, "નોઈડામાં ઈન્ટમાર્ટનું લોન્ચિંગ યોજાયું હતું. સની લિયોન, અમીષા પટેલ જેવી સેલિબ્રિટી બોલાવી હતી. નોઈડા યોજાયેલો કાર્યક્રમ અત્યંત ભવ્ય હતો અને તેમાં માત્ર 'ડાયમન્ડ' મેમ્બર્સને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું."
 
(4) H-1B વિઝા ન લે ભારતીય કંપનીઓ, US નાગરિકોને જ નોકરી આપો- મૂર્તિ
 
H-1B વિઝાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ ભારતીય આઈટી કંપનીઓને આ વિઝાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ આ કંપનીઓને યૂએસમાં લોકલ લેવલ પર હાયરિંગ કરવું જોઈએ. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે હજુ ટ્રમ્પે H-1B વિઝાને એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી નથી કરી. એવું થાય છે તો સરકાર તેની પર રિએક્ટ કરશે. મહત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ H-1B વિઝાને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે જે ભારતીય આઈટી કંપનીઓ માટે ચિંતાનું કારણ બનેલું છે.
 
(5) ભારતમાં iPhone બનાવશે Apple, બેંગલુરૂમાં નાખશે એસેમ્બલિંગ યુનિટ
 
Apple દ્વારા ભારતમાં iPhones બનાવવામાં આવશે. આ માટે કંપની દ્વારા બેંગ્લોરમાં એક યુનિટ ઊભું કરવામાં આવશે. આ જાહેરાતને કર્ણાટક સરકારે આવકારી છે. અહીં આઈફોનનું એસેમ્બલિંગ કરવામાં આવશે. જુન મહિનાથી ભારતમાં iPhoneનું નિર્માણ શરૂ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.
 
(6) ભોપાલઃ IIT પાસઆઉટે પત્નીનું કર્યું ખૂન, ઘરમાં જ ચબૂતરો બનાવી દાટી દીધી
 
પોતે આઈઆઈટી દિલ્હીનો પાસઆઉટ છે તેવું કહેનારા એક શખ્સે ભોપાલમાં પોતાની પત્નીની હત્યા કરી દીધી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગુરુવાર સાંજે પશ્ચિમ બંગાળ પોલીસ ભોપાલ પહોંચી. આરોપી પતિએ હત્યા બાદ મૃતદેહને એક બોક્સમાં બંધ કરી તેને સિમેન્ટથી ભરી દીધું. બોક્સમાં પાણી નાખ્યું અને સિમેન્ટ જામી ગયા બાદ ઘરના પહેલા માળે એક ચબૂતરામાં દાટી દીધું. આરોપીની માતા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ડીએસપી રહી ચૂકી છે.
 
(7) વડોદરાઃ મેડિકલ કૉલેજની સ્ટુડન્ટનો હાથમાં ઇન્જેક્શન લઇ આપઘાત
 
વડોદરા શહેરની એસએસજી કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજની એનેસ્થેસિયા વિભાગની વિદ્યાર્થીનીએ આજે આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. તેણે પોતાના હાથ ઉપર જાતે જ ઈન્જેક્શન મુકી આ પગલું ભર્યું હતું. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની વિગતો હજી સામે આવી નથી. બીજી તરફ ઘટનામાં તટસ્થ તપાસ થશે તેવું સત્તાધિશોએ જણાવ્યું હતું.
 
(8) કોહલી વિરૂદ્ધ સ્લેજિંગ ન કરતા, શ્રેણી પહેલા હસીએ ઓસ્ટ્રેલિયાને આપી સલાહ
 
'મિસ્ટર ક્રિકેટ'ના નામથી જાણીતા પૂર્વ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટર માઇકલ હસીએ વર્તમાન ટેસ્ટ ટીમને એક સલાહ આપી છે. હસીએ ઓસ્ટ્રેલિયન ટીમને કહ્યું કે વિરાટ કોહલી વિરૂદ્ધ સ્લેજિંગ ન કરતા, જો આમ કર્યુ તો જોરદાર જવાબ મળી શકે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Checkout Top News Stories at divyabhaskar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext