Home »National News »Latest News »National» Checkout Top News Stories At Divyabhaskar

એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ હાર્દિકની ચીમકી, કુવૈતે લગાવ્યો 5 મુસ્લિમ દેશ પર પ્રતિબંધ

divyabhaskar.com | Feb 02, 2017, 19:48 PM IST

  • એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ હાર્દિકની ચીમકી, કુવૈતે લગાવ્યો 5 મુસ્લિમ દેશ પર પ્રતિબંધ,  national news in gujarati
1) ચીને સૌથી ઘાતક મિસાઈલનું કર્યું પરીક્ષણ, 10 પરમાણુ વોરહેડ્સ લઈ જવા સક્ષમ
http://www.divyabhaskar.co.in/news/INT-CHN-china-tested-a-new-version-of-a-nuclear-missile-gujarati-news-5519296-PHO.html

ચીને કથિત રૂપે એક નવી મિસાઈલનો ટેસ્ટ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ મિસાઈલ 10 ન્યૂક્લિયર વોરહેડ્સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. માનવામાં આવી રહ્યું છે કે ચીને આ ટેસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની શક્તિ દેખાડવા માટે કર્યો છે. ઉલ્લેખનીય છે કે સાઉથ ચાઈના સી મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે અને વખત શાબ્દિક ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.

2) 'સૌથી ખરાબ વાતચીત' હોવાનું કહીને ટ્રમ્પે ઓસ્ટ્રેલિયન PMનો ફોન કરી દીધો કટ
http://www.divyabhaskar.co.in/news/INT-AME-donald-trump-cuts-australian-pm-phone-gujarati-news-5519206-PHO.html

ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં દરેક દેશોના લીડર્સ સાથે વાત કરી રહ્યા છે. આ વાતચીત ચર્ચામાં એટલે છે કારણ કે, તેઓ દરેક પરંપરાને નજરઅંદાજ કરીને બિહેવ કરી રહ્યા છે. એવું કહી શકાય છે કે, ઓસ્ટ્રેલિયાના પીએમ માલ્કમ ટર્નબુલની સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે એકાએક ફોન કટ કર્યો. બંને વચ્ચે લગભગ એક કલાક વાત થવાની હતી, પરંતુ 25 મિનિટ જ ફોન ચાલ્યો. બંને દેશોએ રેફ્યૂજી સિવાય અન્ય મુદ્દાઓ પર વાતચીત કરી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને ગાઢ મિત્રો ગણવામાં આવે છે.

3) http://www.divyabhaskar.co.in/news/NAT-aircel-maxis-case-dayanidhi-maran-brother-discharged-in-corruption-case-gujarati-5519328-NOR.html
એરસેલ મેક્સિસ કેસઃ પૂર્વ મંત્રી દયાનીધિ મારન તથા ભાઈ આરોપ મુક્ત

પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનીધિ મારનને સીબીઆઈની કોર્ટે રાહતભર્યો ચુકાદો સંભળાવ્યો છે. એરસેલ-મેક્સિસ કેસમાં તપાસ એજન્સીઓએ મારન પર આરોપ મૂક્યો હતો કે તેમણે ટેલિકોમ કંપની એરસેલના માલિકને દબાણ કર્યું હતું કે તે કંપની મલેશિયન કંપનીને વેચી દે. મારનને આ માટે આભાર પેટે મોટી રકમ મળી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે મારન સહિત તમામ આરોપીઓને આરોપ મુક્ત જાહેર કર્યા છે.

4) પંજાબમાં જેમણે બ્લાસ્ટ કરાવ્યો, તેમની મદદ કરી રહ્યા છે કેજરીવાલ - રાહુલ
http://www.divyabhaskar.co.in/news/NAT-rahul-gandhi-invokes-bathinda-blast-slams-kejriwal-for-backing-extremists-gujara-5519209-PHO.html

રાહુલ ગાંધીએ સંગરુરમાં ગુરુવારે રેલી સંબોધી હતી. જેમાં તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા. રાહુલે કહ્યું, થોડા દિવસો પહેલા પંજાબમાં બ્લાસ્ટ થયા હતા જેમાં 6 લોકો માર્યા ગયા હતા. કેજરીવાલ જે દિલ્હીના સીએમ છે, તેઓ તે શક્તિઓને મદદ કરી રહ્યા છે. તેમને માથું ઊંચું કરવાની તક આપી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રાહુલ 31 જાન્યુઆરીના રોજ બઠિંડાના મૌડમાં થયેલા બ્લાસ્ટનો ઉલ્લેખ કરી રહ્યા હતા. રાહુલે કહ્યું, તે શક્તિઓ, જેઓએ પહેલા પંજાબને બર્બાદ કર્યું, જેના કારણે હિંસા થઈ હતી, તેજ શક્તિઓ ફરી ઊભી થવાનો પ્રયાસ કરી રહી છે.

5) ભાજપીઓની ધરપકડ નહીં થાય તો પોલીસ સ્ટેશન ઘેરીશું: હાર્દિકની ચીમકી
http://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-after-heat-pass-worker-vijay-mangukiya-in-rally-pass-leader-hardik-patel-say-bjp-gover.html

હાઈકોર્ટના આદેશ મુજબ આજે ત્રીજા ગુરૂવારે હાર્દિક પટેલ ક્રાઈમ બ્રાંચમાં સહિ કરવા આવી પહોંચ્યો હતો. ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલની રેલીમાં પાસના કાર્યકરને મરાયેલા માર અંગે હાર્દિકે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ગુંડાગર્દી શાસન ફરી શરૂ થઈ રહ્યું છે. ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતી સારી ન હોય પાસના કાર્યકરની ધરપકડ થઈ તેમ હુમલાખોર બીજેપીના કાર્યકરોની ધરપકડ નહીં થાય તો નવમીએ પોલીસ સ્ટેશન ઘેરવાની હાર્દિકે ચીમકી આપી હતી.

6)  J&K: આતંકી બુરહાન ભણ્યો તે સ્કૂલની શાહિરાએ બોર્ડ એક્ઝામમાં કર્યું ટોપ

http://www.divyabhaskar.co.in/news-ht/NAT-shaheera-tops-in-jkbose-class-12-borad-exam-gujarati-news-5519118-PHO.html
કાશ્મીરમાં આતંકનો પર્યાય ગણાતો બુરહાન વાની જે સ્કૂલમાં ભણ્યો તે જ સ્કૂલની શાહિરાએ કાશ્મીરમાં ધો.12 બોર્ડની એકઝામમાં ટોપ કર્યું છે. તેણીએ 500માંથી 498 માર્કસ મેળવ્યા છે. બોર્ડમાં ટોપ કર્યા બાદ શાહિરાએ તમામ ટીચર્સનો આભાર માન્યો હતો.

7) હવે કુવૈતે લગાવ્યો પાકિસ્તાન સહિત પાંચ મુસ્લિમ દેશોના વિઝા પર પ્રતિબંધ
http://www.divyabhaskar.co.in/news/INT-ME-now-kuwait-imposes-visa-ban-on-muslim-countries-gujarati-news-5519204-NOR.html?ref=ht

અમેરિકાના નવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મુસ્લિમ દેશોના લોકોની યુએસમાં એન્ટ્રી પર પ્રતિબંધ ચર્ચામાં છે ત્યારે કુવૈતે પણ પાંચ મુસ્લિમ દેશો પર બેન લગાવ્યો છે. કુવૈત દ્વારા બેન લગાવવામાં આવેલા દેશોમાં સીરિયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન સહિત પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ટૂરિઝમ અને બિઝનેસ વિઝા પર રોક લગાવવામાં આવી છે.

8) મારા પતિની રિટાયરમેન્ટ અરજી રદ કરી ધરપકડ કરાઇ: BSF જવાનના પત્ની
http://www.divyabhaskar.co.in/news/NAT-latest-update-on-bsf-constable-tej-bahadur-yadav-gujarati-news-5519069-PHO.html?ref=ht

બીએસએફમાં હલકી ગુણવત્તાના ભોજનની ફરિયાદ કરનારા જવાન તેજ બહાદુર યાદવની પત્નીએ આજે જણાવ્યું હતું કે, મારા પતિને ડરાવીને ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. અમે તેની 31 તારીખથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ હજુ સુધી આવ્યા નથી. તેને રિટાયર અંગે પણ પૂછવામાં આવ્યું હતું. તેની રિટાયરમેન્ટ કેન્સલ કરીને ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ બીએસએફ સૂત્રોના જણાવ્યા મુજબ તેજ બહાદુરની ધરપકડ કરવામાં આવી નથી. બીએસફ જવાન તેજ બહાદુરની VRS અરજી કેન્સલ કરી દેવામાં આવી છે. બીએસએફના કહેવા મુજબ જ્યાં સુધી તપાસ પૂરી ન થઈ જાય ત્યાં સુધી તે બીએસએફ છોડી શકે નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Checkout Top News Stories at divyabhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended