Home »National News »Photo Feature» Shilpu Bhadoriya Murder Case Trials Will Start From 3 March 2017

ચા પીવડાવવાના બહાને યુવતીને લઈ ગયો હોટલ, પછી મિત્રો સાથે મળી કર્યું આમ

divyabhaskar.com | Feb 12, 2017, 00:07 AM IST

  • મૃતક શિલ્પૂ ભદોરિયા.
ઈન્દોરઃ 22 વર્ષીય શિલ્પૂ ભદોરિયાના મર્ડર કેસમાં 3 આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડાયા હતા. જેમાં તમામ પુરાવાને આધાર બનાવી આ વાત સામે આવી કે આરોપી યુવક શિલ્પૂને ચા પીવડાવવાના બહાને હોટલમાં લઈ ગયો હતો. આ કેસમાં 3 માર્ચથી ટ્રાયલ થશે, જેમાં સાક્ષીઓના નિવેદન નોંધાશે. 
 
પોલીસની ભૂમિકા પર શિલ્પૂના પિતાએ ઉઠાવ્યા સવાલો...

- પોલીસે જણાવ્યું કે, આરોપી નિરજ શિલ્પૂને ચા પીવડાવવા માટે હોટલ લઈ આવ્યો હતો. તે પછી રૂમમાં નીરજના બે મિત્રો પણ આવી ગયા. 
- 7 ઓગસ્ટના રોજ આરોપી યુવકોએ તેનું ગળુ દબાવી રૂમની નીચે ફેંકી હતી.
- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં, શિલ્પૂના શરીરમાંથી આલ્કોહોલ હોવાની વાત સામે આવી હતી. આ ઉપરાંત તેના શરીરનો રંગ બદલાયેલો હતો જેને કારણે તેનું ગળુ દબાવી હત્યા કરવાની વાત સામે આવી હતી.
- આરોપી નિરજ દંડોતિયા, આશુતોષ સુધાકર અને શેલેન્દ્ર પવન ગ્વાલિયરના જ છે. 
- પોલીસે આ કેસને જાણી જોઈને આત્મહત્યાનો કેસ દેખાડ્યો, જ્યારે કે તેની હત્યા થઈ હતી. 
- પોલીસે 16 પ્રકારની રિપોર્ટ અને 94 દિવસ બાદ શિલ્પૂની હત્યા થઈ હોવાની વાત સ્વીકારી હતી. જ્યારે કે તેના પિતા પ્રથમ દિવસથી આ વાત કરતા હતા.
 
અંડરવિયર છોડીને ભાગ્યા હતા યુવકો....

- શિલ્પૂની હત્યા ગળુ દબાવવાને કારણે થઈ હતી. શિલ્પૂના શરીર પર બળજબરીથી બચવા કરાયેલા સંઘર્ષને કારણે નખ અને ઈજાના નિશાન હતા.
- શિલ્પૂના પિતા અને આર્મીમાં સુબેદાર રમેશસિંહ ભદોરિયાએ પુત્રી સાથે બળજબરી કરાયા બાદ તેને ચોથા માળેથી ફેંકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
- રિપોર્ટ અનુસાર શિલ્પૂના અંડરગાર્મેન્ટ્સ ઉતારેલા હતા. રૂમમાંથી તપાસ દરમિયાન બે જેન્ટ્સ અંડરવિયર અને કોન્ડોમ મળી આવ્યા હતા.
- હોટલ રૂમમાં ઘટના સમયે અન્ય એક યુવતી પણ રૂમમાં આવી હતી, જેના નિવેદનને પોલીસે ધ્યાનમાં નથી લીધું.
- શિલ્પૂની હત્યા સમયે બે યુવકો ન્યૂડ હતા અને તેના નીચે પડ્યા બાદ તેઓ એટલા ડરી ગયા હતા કે પોતાના અંડરવિયર રૂમમાં જ છોડી ભાગી ગયા હતા.
- આ મામલે શિલ્પૂના પિતાએ આરોપીઓના ડીએનએ ટેસ્ટની પણ માગ કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ ઘટના સ્થળની તસવીરો.........................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shilpu Bhadoriya Murder Case Trials Will Start From 3 March 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended