Home »National News »Latest News »National» Centre May Take Major Step On Triple Talaq After Polls Said Ravi Shankar Prasad

UPની ચૂંટણી પછી ત્રણ તલાક અંગે મોટો નિર્ણય, કાયદા પ્રધાને આપ્યા અણસાર

Agency, Ghaziabad | Feb 06, 2017, 10:10 AM IST

ગાઝિયાબાદ:કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પછી ત્રણ તલાક પર પ્રતિબંંધ લાદવાની દિશામાં  મોટું પગલું ભરી શકે છે. ગાઝિયાબાદમાં શનિવારે યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં પ્રસાદે જણાવ્યું કે આ પરંપરા મહિલાઓના સન્માનની વિરૂદ્ધમાં છે અને તેના પર પ્રતિબંધ લાદવાની જરૂર છે. પ્રસાદ મુજબ ત્રણ તલાકનો મામલો ધર્મ સાથે નહીં પણ મહિલાઓના સન્માન સાથે સંકળાયેલો છે.
 
કેન્દ્રીય કાયદા પ્રધાને જણાવ્યું કે કેન્દ્ર સરકાર સમાજના કુરિવાજો ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર ત્રણ મુદ્દાઓ અંગે સુપ્રીમકોર્ટમાં પણ આ મામલો ઉઠાવશે. પ્રસાદના જણાવ્યા મુજબ સરકાર આસ્થાનું સમ્માન કરે છે પરંતુ ઇબાદત અને સામાજિક બુરાઇ એક સાથે રહી શકે નહીં. તેમણે એવું પણ જણાવ્યું કે અમે જ એક એવી પાર્ટી છીએ, જે મહિલાઓનું સન્માન કરે છે. અન્ય પાર્ટીઓ ન તો મહિલાઓને સારૂં સ્થાન આપે છે અને ન તો તેમને સન્માન આપે  છે. રવિશંકર પ્રસાદે બહુજન સમાજ પાર્ટી (બસપ) સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે બસપે જાતિ સંબંધિત રાજકારણથી ઉપર ઉઠીને મહિલાઓનું સન્માન કરવું જોઇએ.
 
મુસ્લિમ મહિલાઓને લલચાવવાની કોશિશ ?
 
રાજકીય જાણકારોના જણાવ્યા મુજબ ભાજપ ત્રણ તલાકના મુદ્દા અંગે મુસ્લિમ મહિલાઓની સહાનુભૂતિની અપેક્ષા કરી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં લખનઉમાં આપેલા પોતાના પ્રવચન અને અન્ય કેટલાક પ્રસંગોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરોક્ષ રીતે આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપને આશા છે કે વિધાનસભાની ચૂંટણીણોમાં તે મુસ્લિમ મહિલાઓના મત મેળવવામાં સફળ થઇ શકે છે. આ જ કારણે ભાજપ ત્રણ તલાકના મુદ્દાને પ્રદેશના મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં ઉઠાવી રહ્યો છે. જોકે, ભાજપના આ પગલાંથી તેને નુકસાન પણ થઇ શકે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Centre may take major step on triple talaq after polls said Ravi Shankar Prasad
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext