Home »National News »Latest News »National» Center Government Passes Jallikattu After People Protested

જલીકટ્ટુને મંજૂરી: શુક્રવારે પ્રતિબંધના વિરોધમાં 6 લાખ લોકો સડક પર ઉતર્યા હતા

Agency, New Delhi | Jan 21, 2017, 03:08 AM IST

  • જલીકટ્ટુને મંજૂરી: શુક્રવારે પ્રતિબંધના વિરોધમાં 6 લાખ લોકો સડક પર ઉતર્યા હતા,  national news in gujarati
નવી દિલ્હી/ ચેન્નઇ:જલીકટ્ટુ અંગે વિરોધી દેખાવો પછી શુક્રવારે કેન્દ્ર સરકારે તમિળનાડુની આ રમતને  મંજૂરી આપતો વટહુકમ જારી કરી દીધો છે. આ વટહુકમ સીધા તમિળનાડુ સરકારને મોકલવામાં આવ્યો છે. તેના દ્વારા જલીકટ્ટુ સામે પ્રતિબંધનો સુપ્રીમકોર્ટનો આદેશ અસર વગરનો થઇ જશે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વટહુકમને રાષ્ટ્રપતિ પાસે મોકલવાની જરૂર ન પડી.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાતરી પછી તમિળનાડુ સરકારના પ્રસ્તાવ પર કાયદા અને પર્યાવરણ મંત્રાલયોએ રાજ્યના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર હેઠળ હવે પશુ ક્રૂરતા અધિનિયમ આખલાઓ પર લાગુ થશે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારની બેઠક પછી તમિળનાડુ સરકાર વટહુકમને મંજૂરી આપવા માટે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પાસે મોકલશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ચેન્નાઇ જવા માટે રવાના થઇ ગયા છે.
 
 અગાઉ, શુક્રવારે નવી દિલ્હી એરપોર્ટ પર તમિળનાડુના મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમે જણાવ્યું હતું કે વટહુકમને એક કે બે દિવસમાં મંજૂરી મળ્યા પછી જલીકટ્ટુનું ચોક્કસપણે આયોજન કરવામાં આવશે. પન્નીરસેલ્વમે એવું પણ જણાવ્યું કે રાજ્ય સરકાર બધા કાનૂની અવરોધો દૂર કરશે અને આ સુનિશ્ચિત કરશે કે ભવિષ્યમાં કોઇ પણ અવરોધ વગર આ રમતનું આયોજન થઇ શકે. તેમણે પોતે આ રમતનું ઉદઘાટન કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
 
જોકે, મુખ્યમંત્રીની ખાતરી પછી પણ ચેન્નાઇના મરિના બીચ પર દેખાવો કરી રહેલા લોકો ખસી જવા માટે તૈયાર નથી. તેમનું કહેવું છે કે જલીકટ્ટુનું આયોજન થાય ત્યાં સુધી તેઓ દેખાવો ચાલુ રાખશે. પારંપરિક જલીકટ્ટુ સામેનો પ્રતિબંધ દૂર કરવાની માગણી અંગે ચેન્નાઇના મરિના બીચ પર વિદ્યાર્થીઓ અને યુવાઓના શાંતિપૂર્ણ દેખાવો પાંચ દિવસથી ચાલી રહ્યા હતા. આખલાને કાબૂમાં કરવાની આ રમતના સમર્થનમાં વિભિન્ન ટ્રેડ યુનિયન અને સંગઠન પણ સામેલ થઇ ગયાં છે. શુક્રવારે બંધથી જનજીવન પર વ્યાપક અસર થઇ છે.
 
ટ્રેનો રોકવા બદલ સ્ટાલિનની ધરપકડ

ચેન્નાઇ.તમિલનાડુમાં વિપક્ષ ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ. કે. સ્ટાલિન સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓની શુક્રવારે જલીકટ્ટુ મુદ્દે રેલ રોકો આંદોલન દરમિયાન ધરપકડ કરાઇ હતી. રાજ્યસભાનાં સાંસદ કનિમોઝી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારન તથા પૂર્વ મંત્રીઓની અટકાયત કરાઇ હતી.

4 દિવસ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો

જલ્લીકટ્ટુ પરનો પ્રતિબંધ હટાવવાની માંગને લઇને ચાર દિવસથી પ્રદર્શનો થઇ રહ્યા હતા. શુક્રવારના પ્રદર્શનમાં રજનીકાંત સહિત સાઉથના બધા જ સ્ટારો સામેલ થયા હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Center Government Passes Jallikattu after People protested
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended