Home »National News »Latest News »National» Name Of PM Modi Misused By Fake Computer Institute, CBI Files FIR

મોદીના નામે ચાલી રહ્યું હતું ઇન્સ્ટિટયૂટ, PMOની ફરિયાદ બાદ CBI રેડ

divyabhaskar.com | Jan 28, 2017, 12:31 PM IST

  • આરોપ છે કે ઇન્સ્ટિટયૂટે પીએમના નામે ઉમેદવારો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. (ફાઈલ)
ઉત્તરપ્રદેશ. કાસગંજમાં નરેન્દ્ર મોદીના નામે કોમ્પ્યુટર ઇન્સ્ટિટયૂટ ચાલી રહ્યું હતું. પીએમઓની ફરિયાદ પર શુક્રવારે ઇન્સ્ટિટયૂટના 3 ઠકાણાઓ પર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે સિઢપુરામમાં ચાલી રહેલા આ ઇન્સ્ટિટયૂટમાં પીએમના નામે ઉમેદવારો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
 
સીબીઆઈએ કરી પૂછપરછ
 
- સીબીઆઈની ટીમ સંસ્થા સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ્સની કોપી પોતાના સાથે લીધી હતી. અહીં ઇન્સ્ટિટયૂટ સંચાલકોના લેપટોપની પણ તપાસ કરવામાં આવી.
- સીબીઆઈએ ઇન્સ્ટિટયૂટના પ્રેસિડન્ટ જગમોહન, ડાયરેક્ટર અતુલ અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી છે.
- આ અંગે જટ્ટારીના રાજીવ ગાંધી કોમ્પ્યુટર સાક્ષરતા મિશનના ડાયરેક્ટર ગૌરવ અગ્રવાલે પીએમઓને ફરિયાદ કરી હતી.
- તેમનું કહેવું હતું કે નરેન્દ્ર મોદી કોમ્પ્યુટર સાક્ષરતા મિશનના નામે કોમ્પ્યુટર એજ્યુકેશન આપનારી સંસ્થા ખોટી છે.
- અગ્રવાલનું કહેવું હતું કે મોદીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
- પીએમઓએ ફરિયાદ મળ્યા બાદ આ મામલો સીબીઆઈને મોકલ્યો હતો.
 
આરોપીઓ પોતાના બચાવમાં શું કહી રહ્યા છે?
 
- ઇન્સ્ટિટયૂટના પ્રેસિડન્ટ જગમોહન અને ડાયરેક્ટર અતુલે સીબીઆઈને જણાવ્યું કે બેરોજગારોને કોમ્પ્યુટર એજ્યુકેશન આપી રહ્યા છીએ.
- ‘નરેન્દ્ર મોદી કોમ્પ્યુટર સાક્ષરતા મિશન’ના નામે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની 10થી વધુ બ્રાન્ચ છે અને ઇન્સ્ટિટયૂટ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ તેમની પાસે છે.
- દસ્તાવેજોની એક કોપી સીબીઆઈ અધિકારીઓને સોંપવામાં આવી છે.
- જગમોહન તથા અતુલના જણાવ્યા મુજબ, તેમના ઇન્સ્ટિટયૂટમાંથી કોઈપણ સ્ટુડન્ટે છેતરપિંડીની કોઈ ફરિયાદ નથી કરી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Name of PM Modi misused by fake computer institute, CBI files FIR
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended