Home »National News »Latest News »National» Udyan Withdraws Rs 20 Lakh In 5 Years From His Mother S Account

આકાંક્ષા મર્ડર કેસ: ઉદયને 5 વર્ષમાં માતાના ખાતામાંથી ઉપાડ્યા 20 લાખ

divyabhaskar.com | Feb 09, 2017, 09:44 AM IST

  • ઉદયનના પિતા વીકે દાસ અને માતા ઈન્દ્રાણી (ફાઈલ)
રાયપુર. ભોપાલમાં ગર્લફ્રેન્ડ અને રાયપુરમાં માતાપિતાના હત્યા કરી તેમને દફનાવી દેનારાં ઉદયન દાસે કરેલા કૌભાંડોની એક પછી એક પોલ ખુલી રહી છે. કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ બુધવારે રાયપુરની બે બેંકો, પેન્શન ઓફિસ અને સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટમાં ઈન્કવાયરી કરી. જેમાં બેંકમાં નકલી દસ્તાવેજો જમા કરાવ્યાના પૂરાવા પોલીસને મળ્યાં છે. જે મુજબ 2008થી 2013 સુધી તેણે માતા ઈન્દ્રાણીના એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયા ઉપાડ્યા હતા.
 
પેરેન્ટ્સની હત્યાનો કેસ દાખલ
 
-ઉદયન સામે માતા ઈન્દ્રાણી અને પિતા વીરેન્દ્ર દાસની હત્યાનો ડીડી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
- પોલીસે મૃતકો અને ઉદયનના બેંક ખાતાની ડિટેલ પણ મેળવી છે.
- પોલીસ તપાસમાં મળેલા દસ્તાવેજોના આધારે હવે ઉદયન સામે રાયપુરના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના બે અને ગોલબજાર સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવશે.
 
હિન્દીમાં પૂછો તો અંગ્રેજીમાં જવાબ
 
- ભોપાલ, રાયપુર અને બાંકુરા પોલીસ ઉદયનના અંગ્રેજીથી ઘણી પરેશાન થઈ હતી.
- સૂત્રો મુજબ પોલીસ જ્યારે તેની પૂછપરછ શરૂ કરતી હતી ત્યારે તે અંગ્રેજીમાં જ વાત કરવાનું શરૂ કરી દેતો હતો.
-  જ્યારે તેને અંગ્રેજીમાં સવાલ કરવામાં આવતા ત્યારે હિન્દીમાં વાત કરવા લાગતો હતો.
- જ્યાં સુધી તેની સાથે કડકાઈ ન કરવામાં આવી ત્યાં સુધી તે આમ કરતો રહ્યો. ઉપરાંત તે જે વાત જણાવતો તે પણ મોટાભાગે ખોટી નીકળતી હતી.
- તેને અમેરિકા અને બીજા દેશોની જગ્યા અને રોડના નામ યાદ છે.
 
પેરેન્ટ્સની હત્યાનો આરોપ સાબિત થવા પર ખતમ થઈ જશે પ્રોપર્ટી હક
 
- ઉદયનનું સાકેત નગર સ્થિત 62-3એ મકાન તેના પિતા વીકે દાસના નામ પર છે.
- માતા-પિતાના મોત બાદ અત્યાર સુધી તેની પ્રોપર્ટી પર એકમાત્ર વારસદાર ઉદયનનો જ દાવો બને છે.
- સેક્શન 25 ધ હિન્દુ સક્સેશન એક્ટ મુજબ જો કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરે તો તે મૃતકની પ્રોપર્ટીનો ઉત્તરાધિકારી બનવા ડિસક્વોલિફાઈડ થઈ જશે.
- સરળ શબ્દોમાં કહેવામાં આવે તો ઉદયન દાસ પર માતા-પિતાની હત્યાનો આરોપ સાબિત ન થઈ જાય ત્યાં સુધી તે પૈતૃક સંપત્તિનો વારસદાર હશે.
- આરોપ સાબિત થતાં જ કાયદા મુજબ તે વારસદાર નહીં રહે. જે બાદ મૃતક વીકે દાસના અન્ય સંબંધીઓ આ પ્રોપર્ટી પર દાવો રજૂ કરી શકશે. અનુરાગ માહેશ્વરી, લીગલ એક્સપર્ટ
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઉદયનને હતી એક ડઝન ગર્લફ્રેન્ડ
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: udyan withdraws Rs 20 lakh in 5 years from his mother s account
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext