Home »National News »Latest News »National» Etah Bus Tragedy Case On School Principal And Transport Manager

UP: બસ દુર્ઘટનામાં સ્કૂલ પ્રિન્સિપાલ પર કેસ, 3 અધિકારીઓ સસ્પેન્ડ

Agency | Jan 20, 2017, 10:06 AM IST

  • ગુરુવારે એટામાં સ્કૂલ સ્ટુડન્ટને લઈ જતી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી
લખનઉ. ઉત્તર પ્રદેશના એટામાં ગઈકાલે થયેલી સ્કૂલ બસ દુર્ઘટનામાં બે શિક્ષણ અધિકારી અને પરિવહન વિભાગના એક અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સ્કૂલના પ્રિન્સિપલ અને મેનેજર પર કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત દુર્ઘટના અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટામાં સ્કૂલ સ્ટુડન્ટને લઈ જતી બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 19 બાળકોના મોત થયા હતા. જ્યારે 20 ઘાયલ થયા હતા. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
 
ધુમ્મસના કારણે સર્જાઈ હતી દુર્ઘટના
 
- આ દુર્ઘટના અલીગંજના અસદપુર ગામ નજીક સર્જાઈ હતી.
- ઠંડીને કારણે વહીવટીતંત્રએ દરેક શાળામાં 20 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી હોવા છતાં જે.એસ. વિદ્યાનિકેતન સ્કૂલના સંચાલકોએ મરજીમુજબ સ્કૂલ ચાલુ રાખી હતી.
- ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ 8:30 વાગ્યે ગાઢ ધુમ્મસ હોવા છતાં સ્કૂલબસ બાળકોને સ્કૂલે લઈ જઈ રહી હતી.
- દરમિયાન સાઈકલ પર જતાં બે બાળકોને બચાવવાનો પ્રયાસ કરવા જતાં ટ્રક સાથે સ્કૂલબસનો અકસ્માત થયો હતો. ખરાબ રીતે અથડાયેલી બસને કાપીને અંદર ફસાયેલાં બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ગંભીર બાળકોને અલીગંજથી એટા, સૈફઈ, આગરા અને ફર્રુખાબાદ મોકલી દેવાયાં હતાં.
 
સ્કૂલની માન્યતા રદ કરવા નિર્દેશ
 
ડીએમ શંભુનાથે જણાવ્યું કે રજાનો નિર્દેશ આપ્યો હોવા છતાં સ્કૂલ કેવી રીતે શરૂ રાખવામાં આવી? તેની તપાસ કરી રહ્યા છીએ. ડીએમે સ્કૂલ સંચાલક સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે સાથે જ સ્કૂલની માન્યતા રદ કરવાનો પણ આદેશ અપાયો છે.
 
PM મોદીએ કર્યું ટ્વિટ
 
વડાપ્રધાન મોદીએ પણ એટા દુર્ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, હું બાળકોના પરિવારજનો સાથે દુઃખમાં સામેલ છું અને ઘાયલ બાળકો જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરું છું.
 
સ્કૂલ બસને લઈ સુપ્રીમ કોર્ટનો શું ઓર્ડર છે
 
- સ્કૂલ બસની સ્પીડ હંમેશા મેંટેન રાખવામાં આવે. જેની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની છે.
- બસ પર સ્કૂલ ડ્યુટી લખેલું હોવું જોઈએ.
- બસની આગળ પાછળ સ્કૂલ બસ લખેલું હોવું જોઈએ.
- બારી પર ગ્રિલ હોવી જરૂરી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Etah bus tragedy case on school principal and transport manager
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext