Home »National News »Desh» Police Have Arrested Two Call Girls And Three Brokers

દિલ્હીથી ફરવા આવેલી Girls હોટલમાંથી પકડાઈ, પોલીસે જણાવી તેમની હકીકત

divyabhaskar.com | May 18, 2017, 16:26 PM IST

  • દિલ્હીથી આવેલી છોકરીઓ દેહ વેપારમાં પકડાઈ
પુષ્કર: દિલ્હીથી છોકરીઓ લાવીને દેહવેપાર કરવાનો ફરી એક કેસ પુષ્કરમાં સામે આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે થયેલી કાર્યવાહીમાં પોલીસે બે કોર્લગર્લ અને ત્રણ દલાલોની ધરપકડ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ છોકરીઓ તેમના ઘરેથી પુષ્કર ફરવા આવવાનું કહીને અહીં આવી હતી.
 
શું છે ઘટના

- થોડા દિવસથી અહી આવેલી એક હોટલ હરે રામા હરે કૃષ્ણામાં અનૈતિક કામ થતું હોવાની માહિતી મળી હતી. તેના આધાર પર પોલીસે મોડી રાત્રે હોટલ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
આ સ્થિતિમાં હતા પાંચેય જણ
 
- રૂરલ સીઓ રાજેશ શર્માના જણાવ્યા પ્રમાણે તેમણે હરે રામા હરે કૃષ્ણા હોટલમાં એક નકલી ગ્રાહક મોકલતા સમગ્ર ઘટના સામે આવી હતી.
- અહીં દિલ્હીની બે છોકરીઓ ત્રણ છોકરાઓ સાથે શંકાસ્પદ સ્થિતિમાં મળી આવી હતી. તેમાંથી બે તો દલાલ જ હોવાનું જાણવા મળ્યું છે.
- તેમાંથી એક દલાલ મુકેશ પુષ્કરમાં જ રહે છે જ્યારે બીજો દલાલ મનોજ ઉદય કાલેસરામાં રહે છે. પોલીસે મુકેશ અને ઉદય સહિત અન્ય એક દલાલ દિનેશ અને હોટલ સંચાલક પપ્પૂ ગુર્જરની ધરપકડ કરી લીધી છે. 
- દલાલ દિનેશ અને દિલ્હીથી આવેલી લક્ષ્મી આ પહેલા પણ પુષ્કરમાં દેહ વેપારના ગુનામાં પકડાઈ ચૂક્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હોટલમાં ઘણા લાંબા સમયથી દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો. 
 
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો...
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police have arrested two call girls and three brokers
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended