Home »National News »Desh» BSP Leader Shot Dead In Allahbad

યુપી: આદિત્યનાથે પદભાર સંભાળ્યાના 12 કલાકમાં બે હાઈ-પ્રોફાઈલ હત્યા

divyabhaskar.com | Mar 20, 2017, 16:36 PM IST

  • બસપા નેતા મોહમ્મદ શામી
અલ્લાહબાદ: યુપીમાં યોગી આદિત્યનાથે પદભાર સંભાળ્યો તેના બાર કલાકની અંદર જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પડકાર તેમના સામે આવી ઊભો રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે બહુજન સમાજ પક્ષના નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંગે શમીના સમર્થકોને માહિતી મળતા તેમણે અલ્લાહબાદ-પ્રતાપગઢ હાઈવેને બ્લોક કરી દીધો અને પોલીસ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. પોલીસને આશંકા છે કે, જૂની અદાવતને કારણે હત્યા થઈ હશે. કારણ કે, શમી સપાની ટિકિટ પર કુંડાના બાહુબલિ નેતા રાજા ભૈયા સામે શમીએ ચૂંટણી લડી હતી. બીજી બાજુ, આગ્રામાં એક જ્વેલરને ઠાર મારવામાં આવ્યો હતો. 

સપા છોડીને બસપામાં જોડાયા હતા 

- શમી (ઉં.વ.60) મૂળતઃ અલ્લાહબાદના દુબાહી ગામના રહેવાસી છે. તેઓ અલ્લહાબાદના મઉઆઈમા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. 
- શમી ત્રણ વખત મઉઆઈમાના બ્લોક ચીફ પણ બન્યા હતા. સપા છોડીને બસપામાં આવેલા શમી આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવાર સુજીત કુમાર મૌર્ય સામે માત્ર ચાર મતે  હારી ગયા હતા. 
 
યોગી આદિત્યનાથે લીધી નોંધ 
 
સોમવારે યુપીના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રથમ વખત બેઠક કરી હરી હતી. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) જાવિદ અંસારી સાથે યોગી આદિત્યનાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ગુનેગારોને તાકિદે ઝડપી લેવા સૂચના આપી હતી. સાથે જ ઉમેર્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા મુદ્દે સરકાર દ્વારા કોઈ ઢીલ ચલાવી લેવામાં નહીં આવે. પોલીસે આ મામલે ચાર શખ્સો સામે કેસ દાખલ કર્યો છે. 

ઘરનો દરવાજો ખોલતી વખતે ફાયરિંગ 

- પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, રાત્રે લગભગ 9.15 કલાકે કારને પાર્ક કરવા માટે ગેટ ખોલી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર બદમાશોએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. 
- ફાયરિંગનો અવાજ સાંભળીને પરિવારજનો તથા પાડોશીઓ ઘરની બહાર નીકળ્યાં હતાં. તેમણે શમીને લોહીલુહાણ અવસ્થામાં જોયા હતા. 
- આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. હત્યાકાંડનો વિરોધ કરવા શમીના સમર્થકોએ બોડી મૂકીને અલ્લાહબાદ-લખનઉ હાઈવે બ્લોક કરી દીધો હતો. 
- પોલીસે દરમિયાનગીરી કરીને સમજાવટ કરતા પરિવારજનોએ મૃતદેહ હટાવ્યો હતો. 
શામી સામે 20થી વધુ કેસ દાખલ હતા 
- શામી સામે હત્યા, લૂંટ, મારઝૂડ તથા ધમકી આપવાના લગભગ 20 જેટલા ફોજદારી કેસ નોંધાયેલા હતા. 
- શામી અનેક વખત જેલમાં પણ ગયા હતા, છતાંય આ વિસ્તારના લોકો પરનું પ્રભુત્વ ઓછું થયું ન હતું. 

રાજા ભૈયા સામે લડ્યા હતા ચૂંટણી 

- પ્રતાપગઢની કુંડા વિધાનસભા બેઠક પર મોહમ્મદ શામીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર બાહુબલિ નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા સામે ચૂંટણી લડી હતી. 
- ઉપરાંત સોરાંવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ તથા યુવા મંચની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્રણેય વખતે શામીને સફળતા મળી ન હતી. 
 
આગ્રામાં વેપારીની હત્યા. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BSP leader shot dead in Allahbad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended