Home »National News »Photo Feature» Daughter In Law Turned Down Preparation For UPSC And Joined Politics

સાસુના ઓર્ડરથી પોલિટિક્સમાં આવી Dr. પુત્રવધૂ, છોડ્યું IAS બનવાનું સપનું

divyabhaskar.com | Jan 23, 2017, 00:12 AM IST

  • ડૉ. સુષ્મા મુગરા બાદશાહપુરથી લડી રહી છે અને તે ભાજપનો ગઢ છે.
લખનઉઃયુપી પોલિટિક્સમાં પુત્રવધૂઓનો દબદબો વધતો જોવા મળી રહ્યો છે. મુલાયમસિંહ યાદવ પોતાની 2 પુત્રવધૂઓને રાજકરણમાં ઉતારી ચૂક્યા છે. હવે આ ટ્રેન્ડને બસપા ફોલો કરી રહી છે. જૌનપુરની મડિયાંવ સીટથી પૂર્વ સાંસદ સાવિત્રી પટેલની પુત્રવધૂ સુષ્મા ચૂંટલી મેદાનમાં ઉતરી રહી છે. સુષ્મા પતિની જેમ આઈએએસ અધિકારી બનવાનું સપનું જોઈ રહી હતી જોકે સાસુના એક આદેશ પર જ તે રાજકરણમાં આવી ગઈ.
 
સાસરીમાં પ્રારંભથી જોયો છે રાજકીય માહોલ..

- સુષ્માએ લગ્ન કર્યા બાદ પ્રારંભથી સાસરીમાં રાજકરણીઓ અને રાજકીય માહોલ જોયો છે. 
- સસરા દૂઘનાથ પટેલ 1985માં મડિયાવથી ધારાસભ્ય રહ્યાં.
- દૂધનાથ બાદ તેમની પત્ની સાવિત્રી રાજકરણમાં આવ્યા. 1989થી 1996 સુધી સાવિત્રી ધારાસભ્ય રહ્યાં.
- સાવિત્રી પટેલે 2012માં ફરી ચૂંટણી લડી હતી. આટલા લાંબા રાજકીય કરિઅર છતાં સાવિત્રીની સંપત્તિ 43 લાખ જ છે. 
- તેઓ ટાટા સફારીથી ફરે છે અને સુરક્ષા માટે ગન પણ રાખે છે.
- ડૉ. સુષ્મા મુગરા બાદશાહપુરથી લડી રહી છે અને તે ભાજપનો ગઢ છે. વર્તમાન ભાજપી ધારાસભ્ય સીમા જ 2017ની ચૂંટણમાં સુષ્માને ટક્કર આપશે.
- જીયોલોજીમાં પીએચડી કરનાર ડૉ. સુષ્મા પટેલ છેલ્લા 2 વર્ષથી આઈએએસ બનવા તૈયારી કરી રહી હતી. તેમના પતિ રંજીતસિંઘ પટેલ પીસીએસ કેડરના અધિકારી છે. 
- રંજીતસિંઘ હાલ સમાજ કલ્યાણ અધિકારી પદે સીતાપુરમાં પોસ્ટેડ છે.
- પરિવારનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા સાવિત્રીએ સુષ્માને ચૂંટણી લડવા કહ્યું.
- સાવિત્રી રોડ સવારે  પુત્ર અને ઘર સંબંધિત કામ કરી 9 વાગે નીકળે છે, મિટિંગ-સભા કર્યા બાદ રાતે ઘરે પરત આવે છે. રોજ 250 કિ.મી. જેટલો પ્રવાસ સુષ્મા હાલ કરી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Daughter In Law Turned Down Preparation For UPSC And Joined Politics
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext