Home »National News »Latest News »National» Modi Govt Want To End Reservation Said Mayawati

અનામત ખતમ કરવા માંગે છે મોદી, 22 કરોડ લોકો પાઠ ભણાવશેઃ માયાવતી

divyabhaskar,com | Jan 21, 2017, 15:49 PM IST

  • માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી મોદી અને અખિલેશને ચાબખાં માર્યા હતા.
લખનઉ. માયાવતીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, સપના 5 વર્ષના અને મોદીના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન બંને સરકારોએ ગરીબ, દલિતો, આદિવાસી અને ખેડૂત વિરોધી નીતિઓ અપનાવવાનું કામ કર્યું છે. તેના કારણે રાજ્યના 22 કરોડ લોકો ગુસ્સામાં છે.  આ કારણે બીજેપી યુપીમાં સીએમ ઉમેદવારની જાહેરાત કરી રહી નથી.
 
યુપીમાં 500 રમખાણો થઈ ચૂક્યા છે
 
- માયાવતીએ કહ્યું, રાજ્યમાં અત્યાર સુધીમાં 500 નાના-મોટા હુલ્લડો થઈ ચૂક્યા છે.
-કેન્દ્રની મોદી સરકાર અનામત ખતમ કરવા માંગે છે. જો આમ થશે  તો રાજ્યના લોકો આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પદાર્થપાઠ ભણાવશે.
- કોંગ્રેસે પહેલાં શીલા દીક્ષિતને સીએમ કેન્ડિડેટને રજૂ કર્યા પરંતુ સપા સાથે ગઠબંધન કરવા માટે અખિલેશ યાદવને ચહેરો બનાવી આગળ કર્યા.
- અખિલેશ બીજેપી નેતીઓને બચાવવા માટે દોષી છે. આ કાણે આરોપી ફરી ચૂંટણીમાં ઉતરી રહ્યા છે. યુપીના લોકોએ તેની આંખ ઉઘાડવી જોઈએ.
- બસપાને રોકવા માટે વિરોક્ષ પક્ષો મિલીભગત કરીને ચૂંટણી લડવા ઈચ્છે છે.
- ઉલ્લેખનીય છે કે મુલાયમના નજીકના માનવામાં આવતા અંબિકા ચૌધરીએ બીએસપીમાં સામેલ થઈ ગયા છે.
 
લોકો શીખવાડશે પદાર્થપાઠ
 
- માયાવતીએ કહ્યું, 5 વર્ષથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ સપાને વોટ ન આપવો જોઈએ. સપાના પૂર્વ પ્રમુખ મુલાયમ સિંહ યાદવના કારણે શિવપાલ યાદવને બલિનો બકરો બનાવાયો.
-શિવપાલને લોકોની નજરમાં ઉતારી પાડવાની કોશિશ કરવામાં આવી. લોકો અખિલેશ જૂથને પદાર્થપાઠ ભણાવશે. તેમની વોટબેંક પણ બે જૂથમાં વહેંચાઈ જશે.
-સપાને જે વોટ આપશે તે વોટ બેકાર જશે અને તેનો ફાયદો બીજેપીને થશે બીજેપીને રોકવા માટે લઘુમતીઓએ બસપાને વોટ આપવો જોઈએ. બસપાનો વોટ આમ-તેમ ન જવો જોઈએ.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi govt want to end reservation said mayawati
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended