Home »National News »Photo Feature» Firing And Stone Pelting After Some People Abused Actress For Flying Kiss

આ એક્ટ્રેસના KISSને કારણે થયો હંગામો, ગોળીબાર બાદ ગાડીઓમાં તોડફોડ

divyabhaskar.com | Feb 13, 2017, 14:41 PM IST

  • રોડ શો દરમિયાન એક્ટ્રેસ સંભાવના શેઠ.
મુરાદાબાદઃ યુપીમાં રવિવારે કાંઠ વિધાનસભામાં બસપા ઉમેદવાર નાસિર કુરૈશીએ પોતાના સમર્થનમાં પ્રચાર કરવા માટે ફિલ્મ સ્ટાર્સની મદદ લીધી હતી. બસપા ઉમેદવાર માટે સંભાવના સેઠ, આફતાબ શિવદસાની, ઉપેન પટેલ અને અમુક મોડેલ્સે પ્રચાર કર્યો હતો. આ રોડ શો કરતા તેઓ આરએલડી સમર્થકો સુધી પહોંચી ગયા હતા.
 
ગોળીબાર બાદ થયો પથ્થરમારો....

- આ રોડ શોના રસ્તામાં આરએલડી ઉમેદવાર તથા પૂર્વ સાંસદ જયંત ચૌધરીની સભા થવાની હતી.
- રોડ શો જેવુ જ સભા સ્થળ પાસે પહોંચ્યો તે સમયે કારમાં પ્રચાર કરતી એક્ટ્રેસ સંભાવના સેઠએ લોકો તરફ ફ્લાઈંગ કિસ કરી હતી.
- જેને કારણે આરએલડીના જનસભામાં આવેલા લોકો પણ રોડ શો તરફ દોરાયા હતા. આ જોઈ મંચ પરથી સંચાલન કરતા વ્યક્તિએ આપત્તિજનક શબ્દો બોલ્યા હતા.
- પોતાના સ્ટાર પ્રચારક પર આપત્તિજનક ટિપ્પણી કરાતા બસપા સમર્થકોએ આરએલડી વિરુદ્ધ નારા લગાવ્યા અને પછી બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.
- બધા સ્ટાર પ્રચારકો તંગ વાતાવરણ જોઈ કારમાં છુપાઈ બેસી ગયા હતા. 
- બસપાના બાઉન્સર્સે ગાડીઓને ચારે તરફથી ઘેરી લીધી અને સ્થિતિને જોતા હવામાં ગોળીબાર કર્યો હતો.
- પથ્થરમારામાં ઘણી કારના કાચ પણ ફૂટ્યા હતા. જોકે તમામ સ્ટાર્સને સલામત રીતે ત્યાંથી નીકાળી લેવામાં આવ્યા હતા.
- હંગામા બાદ આફતાબ, ઉપેન પટેલ, સંભવાના શેઠ અને મોડેલ હેલિકોપ્ટર થકી પાછા ફર્યા હતા.
- ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે, આ મામલે વઘુ તપાસ ચાલી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Firing And Stone Pelting After Some People Abused Actress For Flying Kiss
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended