Home »National News »Desh» More Than 10 Thousand People Shared Post Shared Which Demands Justice

ભાઈએ FB પર પોસ્ટ કરી બહેનની ડેડબોડીની તસવીરો, જણાવ્યું આ કારણ

divyabhaskar.com | May 17, 2017, 12:03 PM IST

  • મૃતક મહિલાના ભાઈએ કરેલી પોસ્ટને ફેસબુક પર 10 હજારથી વધુ લોકોએ શેર કરી છે.
વારાણસીઃઅહીં એક ભાઈ ફેસબુક પર બહેનની ડેડબોડીની તસવીરો પોસ્ટ કરી ન્યાય માગી રહ્યો છે. આરોપ છે કે, દહેજ માટે પતિ અને સાસરીપક્ષના લોકોએ મહિલાની હત્યા કરી અને પછી તેને આત્મહત્યા ગણાવી હતી. મૃતકાની માતાએ જણાવ્યું કે, પુત્રીને સાસરી પક્ષ દહેજ માટે ત્રાસ આપતું હતું. મૃતક મહિલાના ભાઈએ કરેલી પોસ્ટને ફેસબુક પર 10 હજારથી વધુ લોકોએ શેર કરી છે.
 
દીદી કહેતી હતી કે, પતિ બુલેટની ડિમાન્ડ કરે છે....

- મૃતકના ભાઈ શિવમે ભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2013ના રોજ મારી બહેનના લગ્ન જનરલ સ્ટોર ચલાવતા મોહિત સાથે થયા હતા.
- શિવમે કહ્યું, 29 એપ્રિલના રોજ મારી 3 વર્ષીય ભત્રીજીનો બર્થ-ડે હતો. રાતે દીદીએ કહ્યું કે- ભત્રીજીનો બર્થ-ડે ભૂલી ગયો. પછી તેમણે બે તસવીરો મોકલી. બીજા દિવસે તેમણે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના સમાચાર મળ્યા.
- શિવમે જણાવ્યું કે, જો મારી બહેને ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોત તો તે સુસાઈડ નોટ લખતી. અમે તેના ઘરે પહોંચ્યા ત્યારે પંખો બરાબર હતો અને દીદીનો મૃતદેહ જમીન પર હતો. જો આત્મહત્યા કરી હોય તો પંખો મૃતદેહને કારણે થોડો વળી ગયો હોય.
- શિવમે જણાવ્યું કે, મે ન્યાય મેળવવા માટે જ ફેસબુક પર તસવીરો અપલોડ કરી હતી.
- મૃતકના પિતાએ જણાવ્યું કે, લગ્નમાં 4 લાખ રોકડા આપ્યા હતા. કલર ટીવી ડિમાન્ડ કરતી તો તે પણ પુરી કરી. જોકે સાસરીપક્ષના લોકોની ડિમાન્ડ વધતી જ ગઈ.
- શિવમે જણાવ્યું કે, દીદી ઘણીવાર કહેતી કે- પતિ હવે બુલેટની ડિમાન્ડ કરી રહ્યાં છે.
- એસપી સિટી રાજેશ યાદવે જણાવ્યું કે, આરોપી પતિ મોહિતની ધરપકડ થઈ ગઈ છે અને કેસ કોર્ટમાં છે. અન્ય આરોપીઓ ફરાર છે, જેમને પકડવા રેડ પાડી રહ્યાં છીએ. તેમની પણ વહેલી તકે ધરપકડ કરી લેવામાં આવશે.
 
( આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................. )
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: More Than 10 Thousand People Shared Post Shared Which Demands Justice
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended