Home »National News »Photo Feature» Greedy Groom Is Working In Indian Army And Demeaned 2 Lakh Dowry

2 કલાક માટે દુલ્હન બની યુવતી, વરરાજાની એક હરકત પર કર્યો પોલીસને હવાલે

divyabhaskar.com | Jan 25, 2017, 09:57 AM IST

  • લગ્ન સમયે અને લગ્ન પછી યુવતી દિપ્તી.
ગ્વાલિયરઃઆર્મીના એક જવાન સાથે અહીંની એક યુવતીના લગ્ન નક્કી થયા હતા. યુવતીના પરિવારજનોએ પોતાની ક્ષમતા પ્રમાણે બાઈક અને હજારો રૂપિયા રોકડા આપ્યા હતા. યુવક જાન લઈ આવ્યો અને તિલકમાં 2 લાખ રૂપિયા ન મળવા પર રોષે ભરાયો હતો. આ સમયે જાનૈયાઓએ ગોળીબાર કર્યો. જેને કારણે 2 કલાકથી દુલ્હન તરીકે સજેલી યુવતીએ લગ્નનો ઈન્કાર કરી દીધો અને વરરાજા તથા તેના પિતાને જેલમાં પહોંચાડી દીધા હતા.
ઓછી પડી દહેજની રકમ...

- મગરૌનીના બાબૂલાલના પુત્ર દીપકના લગ્ન ગ્વાલિયરની દિપ્તી સાથે નક્કી થયા હતા. દિપ્તીના પિતા ચંદ્રશેખરે લગ્નમાં 31 હજાર રોકડા અને એક પલ્સર બાઈક આપી હતી.
- લગ્નની રાતે જાન સમય પર ચંદ્રશેખરવા ઘરે આવી ગઈ.
- દીપક મંડપમાં પહોંચ્યો ત્યારે તેના પિતા બાબૂલાલે તિલક વિધિ સમયે 2 લાખની માગ કરી. જે પછી પૈસા મળવા પર જ વરમાળાની વિધિ થશે કરશું તેવી ધમકી આપી.
- દિપ્તીના પિતાએ આટલા પૈસા આપી શકવાનો ઈન્કાર કરતા વર પક્ષે જાન પાછી લઈ જવાની ધમકી આપી. આ સાથે જ વર પક્ષના લોકોએ મંડપમાં ગોળીબાર પણ કર્યો.
- ગોળીબાર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો, લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા. જોકે ગોળીબારમાં કોઈને ગોળી વાગી નહોતી.
- આ ઘટના બાદ દિપ્તીએ યુવક દીપક સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. 
- ગોળીબારની ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે દીપક, તેના પિતા બાબૂલાલ અને અન્ય લોકોની ધરપકડ કરી હતી. દિપ્તીના પરિવારજનોએ આરોપી પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Greedy Groom is Working in Indian Army And Demeaned 2 lakh dowry
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext