Home »National News »Latest News »National» Bride Reached To Her Marriage On Scooty

સ્કૂટી ચલાવીને લગ્નના મંડપમાં પહોંચી કન્યા, આવા રહ્યા અનોખા લગ્ન

divyabhaskar.com | Jan 30, 2017, 10:04 AM IST

  • ગુજરાતની રહેવાસી છે દિશા
જેસલમેર: સુવર્ણ નગરીમાં રવિવારે એક અનોખો લગ્ન સમારંભ જોવા મળ્યો. તેમાં વર-કન્યા બંનેએ જાન જોડી. એક બાજુ કન્યા પોતાના સગાવહાલાઓ અને મિત્રો સાથે સ્કૂટી પર જાન લઇને આવી અને બીજી બાજુ ઊંટ ઉપર જાન લઇને પહોંચ્યા વરરાજા.
 
ગુજરાતની રહેવાસી છે કન્યા
 
- જાણવા મળ્યા મુજબ ગુજરાતની રહેવાસી દિશા દક્ષિણ ભારતના નિવાસી અનિરુદ્ધ સાથે લગ્ન કરવા માટે જેસલમેર પહોંચી.
- કન્યાપક્ષના લોકો હોટલ નાચના હવેલીમાં ઉતર્યા તો વરપક્ષના લોકો નારાયણ નિવાસમાં.
- દિશા જ્યારે નાની હતી ત્યારે તે જેસલમેર કોઇ શૈક્ષણિક પ્રવાસ પર આવી હતી.
- ત્યારબાદ જ્યારે તેનું લગ્ન અનિરુદ્ધ સાથે નક્કી થયું તો બંનેએ જેસલમેરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
- પરિણામે રવિવારે નારાયણ નિવાસમાં બંનેએ સાત ફેરા ફર્યા અને લગ્નના બંધનમાં બંધાઇ ગયા.
 
નક્કી કરીને રાખેલું કે લગ્ન અહીંયા જ કરશે
 
- નાચના હવેલીના વિક્રમસિંહે જણાવ્યું કે, જેસલમેર હવે સંપૂર્ણ રીતે મેરેજ ડેસ્ટિનેશન (લગ્નસ્થળ) બની રહ્યું છે.
- દિશાએ પહેલેથી જ નક્કી કરી રાખેલું કે તે જેસલમેરમાં લગ્ન કરશે.
- જેસલમેરના પર્યટન માટે આ ઘણી સુખદ વાત છે કે દેશના ખૂણે-ખૂણેથી લોકો તેમજ વિદેશીઓ પણ જેસલમેરમાં લગ્ન આયોજિત કરવા માટે આકર્ષાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આ અનોખા લગ્નની તસવીરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bride reached to her marriage on scooty
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended