Home »National News »Photo Feature» Bride Becomes Widow In Just 24 Hours Of Marriage

24 કલાકમાં વિધવા બની દુલ્હન, રિસેપ્શનમાં આ રીતે થયું વરરાજાનું મોત

divyabhaskar.com | Feb 03, 2017, 00:05 AM IST

લુધિયાણા. જે લગ્નમાં તમામો લોકો દુલ્હનને અખંડ સૌભાગ્યવતીના આર્શીવાદ આપતા હોય તે છોકરી લગ્નના દિવસે જ વિધવા થઈ હોય તેવું તમે ક્યારેય સાંભળ્યું છે. પરંતુ લુધિયાણાની એક દુલ્હનના કિસ્મતમાં આવું લખ્યું હતું. લગ્નના રિસેપ્શન દરમિયાન દુલ્હાનું અચાનક મોત થઈ ગયું.
 
લગ્નની પાર્ટીમાં આ રીતે થયું દુલ્હાનું મોત
 
- રોપડ રોડ પર આવેલા બેલે ગામમાં એક લગ્ન સમારંભ દરમિયાન અચાનક દુલ્હાનું મોત થવાના કારણે ખુશીનો પ્રસંગ શોકમાં બદલાઈ ગયો.
- અનેક સપનાં લઈને સાસરીમાં આવેલી દુલ્હન 24 કલાકમાં જ વિધવા થઈ ગઈ.
- લગ્ન બાદ યોજવામાં આવેલી પાર્ટી દરમિયાન દુલ્હો ગગનદીન સૈની અચાનક બેભાન થઈને ઢળી પડ્યો.
- પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
 
અચાનક મોતથી સમગ્ર પરિવારને લાગ્યો આઘાત
 
- મળતી માહિતી મુજબ રોપડ જિલ્લાના અસરપુર ગામનો રહેવાસી ગગનદીપ સિંહની સૈની ગામમાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન હતી.
- તેના લગ્ન 29 જાન્યુઆરીએ માછીવાડાની છોકરી કુલવિંદર કૌર સાથે થયા હતા.
- તે જિમમાં કસરત પણ કરતો હતો અને નશાથી પણ દૂર હતો.
- અચાનક તેના મોતથી પરિવાર આઘાતમાં છે.
- નવપરણિતા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં ઈન્ફોગ્રાફિક્સમાં વાંચો, કેવી રીતે લગ્નના 24 કલાકમાં દુલ્હન થઈ વિધવા
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bride becomes widow in just 24 hours of marriage
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended