Home »National News »Latest News »National» Bravery Award To 6 Para Commandos Including A Major

સર્જિકલ સ્ટ્રાઇકમાં સામેલ મેજર સહિત 6 પેરા કમાન્ડોને વીરતા પુરસ્કાર

divyabhaskar.com | Jan 26, 2017, 09:13 AM IST

  • આર્મીના પેરાકમાન્ડો માટે વીરતા પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. - ફાઇલ
નવી દિલ્હી: 68 મા ગણતંત્ર દિવસ પર આર્મીના વીરતા પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. ઉરી હુમલા પછી PoK સર્જિકલ સ્ટ્રાઇકમાં સામેલ 6 જવાનોને કીર્તિ અને શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 
ન્યુઝ એજન્સીના અનુસાર, 4th  પેરા સ્પેશિયલ ફોર્સના મેજર રોહિત સૂરીને કીર્તિ અને 9th પેરા સ્પેશિયલ ફોર્સના 5 જવાનોને શૌર્ય ચક્ર આપવામાં આવશે, તેમજ બંને પેરા બટાલિયન કમાન્ડિંગ ઑફિસરોને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ મળશે. આર્મી ચીફની દોડમાં સામેલ મેજર જનરલ પ્રવીણ બક્ષીને પણ પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ શાંતિકાળમાં આપવામાં આવે છે. આ ઉપરાંત, પોલીસ અને સશસ્ત્ર દળોના 100 જવાનોને વીરતા માટે પોલીસ મેડલ આપવામાં આવશે.
 
આર્મીમાં કોને મળ્યા મેડલ
 
- શાંતિકાળમાં આપવામાં આવતો વીરતા પુરસ્કાર કીર્તિચક્ર આ વખતે 2 જવાનોને મળશે. પહેલો 4th પેરા સ્પેશિયલ ફોર્સના મેજર રોહિત સૂરી અને બીજો 3/1 ગોરખા રાઇફલ્સના શહીદ લાંસ હવાલદાર પ્રેમ બહાદુર રેશમી માગરને આપવામાં આવશે. બહાદુર ગયા વર્ષે જૂનમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની લડાઇમાં શહીદ થયાં હતાં.  
- આ ઉપરાંત, 20 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 5 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 2 બાર ટૂ અતિ વિશિષ્ટ સેવા મેડલ, 30 અતિ વિશિષ્ટ સેવા મેડલ, 14 યુદ્ધ સેવા મેડલ, 3 બાર ટૂ સેના મેડલ (ગેલેન્ટ્રી), 91 સેના મેડલ (ગેલન્ટ્રી), 4 બાર ટૂ સેના મેડલ (વિશિષ્ટ), 36 સેના મેડલ (વિશિષ્ટ), 4 બાર ટૂ વિશિષ્ટ સેવા મેડલ અને 72 વિશિષ્ટ સેવા મેડલની જાહેરાત કરવામાં આવી છે.
 
10 શૂરવીરોને મળશે શૌર્યચક્ર
 
1- લેફ્ટનન્ટ કર્નલ અતુલ ગુપ્તા, 30 રાજસ્થાન રાઇફલ્સ
2- મેજર ડી. વિનય રેડ્ડી, 7 મદ્રાસ બટાલિયન
3- મેજર રજત ચંદ્રા, 4 પેરા (સ્પેશિયલ ફોર્સ) બટાલિયન,
4- મેજર દીપકકુમાર ઉપાધ્યાય, 9 પેરા (સ્પેશિયલ ફોર્સ) બટાલિયન
5- કેપ્ટન આશુતોષકુમાર, 4 પેરા (સ્પેશિયલ ફોર્સ) બટાલિયન
6- કેપ્ટન અશિક એમ બી, 1/5 ગોરખા રાઇફલ્સ
7- નાયબ સૂબેદાર વિજયકુમાર, 4 પેરા (સ્પેશિયલ ફોર્સ) બટાલિયન
8- હવલદાર હનુમાન રામશરણ, રાજસ્થાન રાઇફલ્સ
9- નાયક ગવડે પંડુરંગ મહાદેવ (મરણોપરાંત)
10- પીટીઆર અબ્દુલ ક્યૂમ, 9 પેરા (સ્પેશિયલ ફોર્સ) બટાલિયન
 
આપવામાં આવશે પોલીસ મેડલ્સ, ક્યારે થઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક્સ.  વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bravery award to 6 para commandos including a major
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext