Home »National News »Photo Feature» Boyfriend Saw Her Girlfriend With Two Boys At Home Says Police

ઘરમાં બે યુવકો સાથે હતી GF, BFએ બેટના ફટકા મારી કરી હત્યા

divyabhaskar.com | Feb 07, 2017, 11:11 AM IST

  • મૃતક અંજુ.
મેરઠઃઅહીં એક યુવકે લિવ ઈન રિલેશનશિપમાં પોતાની સાથે રહેતી મહિલાને ક્રિકેટના બેટ વડે માર મારી હત્યા કરી હતી. હત્યાની સૂચના પર પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પ્રેમી-પ્રેમિકા અહીં છેલ્લા 7 મહિનાથી સાથે રહી રહ્યાં હતા.
બે યુવકો સાથે હતી મહિલા...

- આરોપી યુવકનું નામ રાહુલ છે અને મૃતક મહિલાનું નામ અંજુ છે.
- પીઆઈ મોહમ્મદ અસલમે જણાવ્યું કે, આરોપી રાતે ઘરે પહોંચ્યો ત્યારે અંજુ ઘરમાં બે યુવકો સાથે હતી. આ ત્રણેય સાથે મળી દારુ પી રહ્યાં હતા. રાહુલને જોઈ બંને યુવકો ત્યાંથી જતા રહ્યાં.
- રાહુલ અને અંજુ વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ. આ સમયે રોષે ભરાયેલા રાહુલે અંજુ પર ક્રિકેટ બેટ વડે પ્રહાર કર્યો. તેણે અંજુના માથા પર ત્યાંસુધી પ્રહાર કર્યાં જ્યાંસુધી તે મરી ન ગઈ.
- અંજુ પોતાની 8 વર્ષી પુત્રી જ્યોતિ સાથે રહેતી. અંજુનો એક પુત્ર પ્રિન્સ છે જે તેની નાની સાથે રહે છે.
- 7 મહિના પહેલા અંજુ અને રાહુલ એકબીજાને મળ્યા હતા અને બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
- બંને કોર્ટ મેરેજ કરી લીધા હોવાની વાતો હતી, જોકે પૂછપરછમાં આરોપી રાહુલે પોલીસ સામે કોર્ટ મેરેજની વાત ખોટી ગણાવી હતી.
 
બેડ પર પડ્યો હતો મૃતદેહ...

- જે સમયે રાહુલે અંજુની હત્યા કરી ત્યારે તેની પુત્રી જ્યોતિ પણ ત્યાં જ રૂમમાં સુઈ રહી હતી.
- માતાની બુમો સાંભળી તે જાગી ગઈ. માતાને લોહીથી લથબથ જોઈ તેણે બુમો પાડી.
- જ્યોતિની બુમો સાંભળવાના કારણે પાડશોએ ભેગા થયા અને પોલીસને ઘટનાની જાણ કરી.
- ઘટના સ્થળે પોલીસ પહોંચી તો બેડ પણ લોહીલુહાણ અવસ્થામાં મૃતદેહ પડ્યો હતો. 
- પોલીસે હત્યા માટે વાપરવામાં આવેલા ક્રિકેટ બેટને પણ કબજામાં લીધો હતો. 
- અંજુના પિતાએ રાહુલ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Boyfriend Saw Her Girlfriend With Two Boys at Home Says Police
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext