Home »National News »Photo Feature» Boyfriend Killed Her Girlfriend In December 2016 Says Police

GFની લાશ પર જ સુતો પ્રેમી, ફેસબુકથી મિત્ર બન્યા બાદ રહેતા હતા લિવ ઈનમાં

Vishal Tripathi/HC Verma | Feb 03, 2017, 15:05 PM IST

  • લિવ ઈનમાં રહ્યાં બાદ બંનેએ લગ્ન કરી લીધા હોવાનું પોલીસને આરોપીએ જણાવ્યું હતું.
ભોપાલઃ અહીં એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ભોપાલના યુવક અને પશ્ચિમ બંગાળમાં રહેતી યુવતીની મિત્રતા ફેસબુક થકી થઈ હતી. જે પછી યુવતી પોતાના પરિવારજનોને નોકરીની વાત કરી નીકળી હતી અને ભોપાલમાં પ્રેમી સાથે લિવ ઈનમાં રહેવા લાગી હતી. જ્યારે પરિવારજનોને આ બાબતે શંકા થઈ તો તેમણે યુવતીની શોધ શરુ કરી. જે પછી તેની હત્યાની ઘટના સામે આવી હતી. જોકે એક માહિતી અનુસાર આરોપીએ લિવ ઈન પાર્ટનરની હત્યા કરી તે પહેલા લવ મેરેજ કર્યા હતા.
 
ઘરે જ બનાવી દીધી હતી કબર

- આરોપી ઉદ્દયન અને આકાંક્ષાની પ્રથમવાર મુલાકાત 2007માં જયપુર એરપોર્ટ પર થઈ હતી. અહીં બંને ઈન્ટરવ્યૂના બહાને મળ્યા હતા.
- બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને ફેસબુક પર ચેટિંગ કરતા હતા.
- જૂન 2016માં આરાંત્રા બાકુરા, પશ્ચિમ બંગાળથી પોતાનું ઘર છોડી નોકરીને બહાને નીકળી હતી. જુલાઈ સુધી તેની સાથે ફોન પર વાત થતી હતી.
- જે પછી માત્ર ચેટિંગથી જ વાત થતી હતી.
- ચેટિંગમાં આકાંક્ષા પોતાને ન્યૂયોર્કમાં સેટલ થયાની વાત કરતી હતી. ન્યૂયોર્કમાં દિવસ હોય તે સમયે જ આકાંક્ષાનો મેસેજ પરિવારજનોને મળતો હતો.
- બેંક મેનેજર પિતા શિવેન્દ્ર શર્મા અને ભાઈ આયુષને શંકા થતા તેમણે પોલીસની મદદથી આકાંક્ષાના નંબરની લોકેશનની તપાસ કરાવી હતી. 
- તપાસમાં મોબાઈલનું લોકેશન ભોપાલમાં હોવાનું સામે આવ્યું છે. જે પછી ડિસેમ્બર 2016માં આકાંક્ષાના પિતા ભોપાલ તેની શોધ માટે આવ્યા હતા. જોકે તેમને આકાંક્ષા મળી નહોતી.
- આકાંક્ષાના પિતાની ફરિયાદના આધારે પોલીસની તપાસ ઉદ્દયન સુધી પહોંચી હતી. પ્રારંભમાં ઈન્કાર કર્યા બાદ તેણે આકાંક્ષાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.
- આરોપીએ જણાવ્યું કે, ડિસેમ્બર 2016માં જ તેણે ગળુ દબાવી આકાંક્ષાની હત્યા કરી દીધી હતી. તેની લાશને એક બોક્સમાં બંધ કરી તેની ઉપર ચબુતરો બનાવડાવી દીધો હતો.
- પોલીસે જણાવ્યું કે, આ ચબુતરા પર જ ગાદલું નાખી આરોપી ઘણીવાર સુતો હતો.
 
આ કારણે કરી હત્યા...

- આકાંક્ષાને એક મિત્રનો ફોન આવતો રહેતો હતો. આ મિત્રએ ઘણીવાર આકાંક્ષાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા. આ વાતને કારણે જ ઉદ્દયને આકાંક્ષની હત્યા કરી હોવાનું મનાય છે.
- લિવ ઈનમાં રહ્યાં બાદ બંનેએ લગ્ન કરી લીધા હોવાનું પોલીસને આરોપીએ જણાવ્યું હતું.
- લગભગ દોઢ કલાક સુધી ડ્રીલ મશીનથી ચબુતરો તોડવાનું કામ ચાલ્યું અને પોલીસને આકાંક્ષાની લાશ મળી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........................................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Boyfriend Killed Her Girlfriend In December 2016 Says Police
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended