Home »National News »Photo Feature» Police And Family Members Searching The Boy Who Wrote Suicide Note

પહેલા અડધી રાતે ઘરે પહોંચી જતી મંગેતર, હવે કહ્યું- તને બર્બાદ કરી નાખીશ

divyabhaskar.com | Feb 01, 2017, 12:29 PM IST

  • રાજીવ શર્મા અને તેની મંગેતર.
ભોપાલઃઅહીં એક વિચિત્ર પ્રકારનો કેસ સામે આવ્યો છે. જેમાં એક યુવકને તેની મંગેતરે બર્બાદ કરી નાંખવાની ધમકી આપી હોવાથી યુવક સુસાઈડ કરવાની વાત લખી ઘરથી જતો રહ્યો હતો. લગ્નના 4 દિવસ અગાઉ જ ઘરથી ગુમ થયેલા યુવકે માતાને એક પત્ર લખી પોતાની પીડા જણાવી હતી. પરિવારજનો અને પોલીસ હાલ યુવકની તપાસ કરી રહી છે.
પહેલા અડધી રાતે ઘરે પહોંચી જતી હતી મંગેતર...

- ગાંધીનગરના સેન્ટ્રલ જેલ કેમ્પસમાં રહેતા  26 વર્ષીય રાજીવ શર્માના લગ્ન 1 ફેબ્રુઆરી અશોકા ગાર્ડનમાં રહેતા એક પરિવારની યુવતી સાથે નક્કી થયા હતા.
- રાજીવ 28 જાન્યુઆરીથી ગુમ છે. તે પોતાના બંને મોબાઈલ પણ ઘરે મુકી જતો રહ્યો છે. 
- તેની માતાએ ઘણી તપાસ કરી પણ રાજીવ ન મળતા પોલીસમાં મિસિંગ રિપોર્ટ નોંધાવી હતી. આ સાથે અમુક કાગળ સોંપ્યા છે જેમાં રાજીવ ઘર છોડવાનું કારણ જણાવ્યું છે.
- રાજીવની માતા ઉષા શર્માએ જણાવ્યું કે, પુત્રને મંગેતર વારંવાર બર્બાદ કરી દેવાની ધમકી આપતી હતી.
- રાજીવની મંગેતરે જણાવ્યું કે, 2013માં બંને જ્યારે મોડલિંગ કરતા હતા ત્યારે ફેસબુક થકી તેઓ મિત્રો બન્યા હતા.
- બંનેની મિત્રતા પ્રેમમાં બદલાય, યુવતી પ્રેમમાં એટલી ગળાડૂબ હતી કે રાજીવનો ફોન અમુક સમય પણ બંધ રહે તો તે ચિંતિત થઈ જતી. તે ઘણીવાર અડધી રાતે રાજીવને મળવા ઘરે પહોંચી જતી હતી.
- અંતે પરિવારજનો દ્વારા 16 ડિસેમ્બરે સગાઈ કરાવવામાં આવી અને ફેબ્રુઆરીમાં લગ્નનો નિર્ણય લેવાયો.
 
પોલીસે જણાવ્યું, વિવાદનું આ કારણ

- પોલીસે આ મામલે યુવક-યુવતી વચ્ચેના વિવાદ પર જણાવ્યું કે, રાજીવની ટેપ પરથી નવો ખુલાસો થયો છે.
- આ ટેપ અનુસાર, રાજીવે મંગેતરને અન્ય કોઈ સાથે જોઈ લીધો હતો. જેને કારણે બંને વચ્ચે વિવાદ વકર્યો હતો. હાલ પોલીસ રાજીવને શોધી રહી છે.
- રાજીવે પત્રમાં લખ્યું છે કે, મંગેતર સતત ગાળો આપતી રહેતી હતી. જાણે કે કુતરો હોવ. લગ્ન પહેલા જ કુતરા જેવું જીવન બનાવી દીધું હતું. તેથી આત્મહત્યા જ એક ઉકેલ જોવા મળી રહ્યો છે. આ માટે મંગેતર અને તેના પરિવારજનો જવાબદાર ગણાશે.
- મંગેતરે આ મામલે જણાવ્યું કે, રાજીવના પરિવારજનોએ વાંરવાર લગ્નની તારીખમાં ફેરફાર કર્યો હતો. આ કારણે ગુસ્સામાં રાજીવને ગાળો આપી હતી. હાલ તે પણ રાજીવને શોધી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police And Family Members Searching The Boy Who Wrote Suicide Note
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext