Home »National News »Photo Feature» Accused Beaten Woman After He Failed In Rape Attempt Several Time

રેપનો વિરોધ કરવા પર દિયરે કર્યા ભાભીના આવા હાલ, જુઓ તસવીરો

divyabhaskar.com | Feb 10, 2017, 00:05 AM IST

  • રેપમાં નિષ્ફળ રહેલા દિયરે તેની આંખ ફોડવાનો પ્રયાસ કર્યો હતો.
મૈનપુરીઃરેપનો વિરોધ કરવા પર મહિલાની હત્યાનો પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો કે, રેપનો વિરોધ કરવા પર તેના દિયરે જ તેને માર માર્યો હતો. રેપમાં નિષ્ફળ રહેલા દિયરે તેની આંખ ફોડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને ગંભીર સ્થિતિમાં જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
 
જાણો સંપૂર્ણ મામલો....

- આ ઘટના મૈનપુરીના દન્નાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જવાપુર ગામની છે.
- પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, રાતના તે જ્યારે પોતાના રૂમમાં એકલી હતી. તે સમયે તેનો દિયર મનિષ રૂમમાં ઘુસી અશ્લીલ અડપલા કરવા લાગ્યો હતો. 
- તે પછી મનિષે તેની પર રેપ કરવાનો પ્રયાસ કર્યો . વિરોધ કરવા પર માર માર્યો. રેપ ન કરી શકતા રોષે ભરાયેલા દિયરે આખ ફોડવાનો પ્રયાસ કર્યો જેને કારણે મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી.
- પીડિતાએ આરોપ લગાવ્યો કે, દિયર અગાઉ પણ અશ્લીલ અડપલા કરી ચૂક્યો છે, જોકે સાસરીમાં તેની ફરિયાદને કોઈએ સાચી માની નહોતી.
- મહિલાને જીલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે બેદરકાર ડોક્ટરોએ તેને દાખલ ન કરી, મીડિયાના હસ્તક્ષેપ બાદ મહિલાને દાખલ કરવામાં આવી હતી.
- પીડિતાએ આ મામલે પોલીસને ફરિયાદ કરી છે. હાલ આરોપી દિયર ફરાર છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Accused Beaten Woman After He Failed in Rape Attempt several Time
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext