Home »National News »Latest News »National» Board Will Be Taken Standard 10th Examination

જાલંધર: CBSE ધોરણ 10માની પરીક્ષા હવે બોર્ડ લેશે, ગ્રેડ નહીં માર્ક્સ મળશે

Vandana Khanna, Jalandhar | Feb 02, 2017, 00:34 AM IST

  • જાલંધર: CBSE ધોરણ 10માની પરીક્ષા હવે બોર્ડ લેશે, ગ્રેડ નહીં માર્ક્સ મળશે,  national news in gujarati
જાલંધર:સીબીએસઈએ મંગળવારે સત્તાવાર રીતે પત્ર પ્રસિદ્ધ કરીને જણાવી દીધું છે કે 2017-18ના સેશનથી 10માની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે. હવે સ્કીમ-1 અને સ્કીમ 2 સમાપ્ત થઇ જશે.એટલે કે સ્ટુડન્ટ્સ પાસે સ્કૂલ કે બોર્ડ તરફથી દસમું પાસ કરવાનો વિકલ્પ નહીં હોય. દસમાની પરીક્ષા બોર્ડની રહેશે. હવે ગ્રેડ એટલે કે સીજીપીએની જગ્યા માર્ક્સ મળશે.એક પેપર 100 નંબરનું રહેશે. એટલે કે 80 ગુણની થિયરી અને 20 ગુણનું ઇન્ટરનલ એસેસમેન્ટ થશે. પાંચેય મુખ્ય વિષયો હિન્દી, અંગ્રેજી, સાયન્સ, મેથ્સ અને સોશિયલ સાયન્સમાં આ પેટર્ન પ્રમાણે જ ગુણ મળશે.
 
દરેક વિષયમાં 33 ટકા ગુણ મેળવવા પાસ થવા જરૂરી રહેશે. જ્યારે ઇન્ટરનલ એસેસમેન્ટ 20 ગુણનું રહેશે, જેમાં 10 ગુણ નંબર પિરિયોડિક ટેસ્ટ, 5 નંબર નોટબુક સબમિશન અને 5 ગુણ સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના મળશે. જ્યારે ટીચર્સને ઇન્ટરનલ એસેસમેન્ટનો રેકોર્ડ રિઝલ્ટ બાદ ત્રણ મહિના સુધી સંભાળીને રાખવો પડશે. આ વેરિફિકેશન માટે જરૂરી રહેશે.સીબીએસઈના ચેરમેન આર.કે. ચતુર્વેદી અનુસાર દસમાની પરીક્ષા પેટર્નને છઠ્ઠાથી નવા ધોરણ સુધી લાગુ કરવામાં આવી શકે છે.

સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટી

5 ગુણ માટે દરેક સબ્જેક્ટને સારી રીતે સમજવાની પ્રવૃત્તિ થશે. જેને વિષય શિક્ષક રેકોર્ડ કરશે. ભાષા બોલીને અને સાંભળીને સમજવાની ક્ષમતાના આધારે થશે. મેથ્સમાં લેબોરેટરી એક્ટિવિટી સાથે સીબીએસઈ અને એનસીઈઆરટીના પબ્લિકેશનમાં વિદ્યાર્થીનું રિસર્ચ વર્ક છપાય તો તેના ગુણ મળશે. સોશિયલ સાયન્સમાં મેપ અને પ્રોજેક્ટના ગુણ મળશે.
 
પિરિયોડિક ટેસ્ટ

10 ગુણ માટે આ ટેસ્ટ એકેડેમિક વર્ષમાં ત્રણ વાર કરાવાશે. જે બે પરીક્ષામાં વધારે ગુણ હશે તેની સરેરાશ વિદ્યાર્થીને ગુણ તરીકે મળશે.

નોટબુક સબમિશન

5 ગુણ માટે માટે યોજાનાર ઇન્ટરનલ એસેસમેન્ટમાં સ્ટુડન્ટ્સની નોટ્સ તૈયાર કરવા અંગેની ગંભીરતા, એસાઇન્મેન્ટ, રેગ્યુલર હાજરી, સમયસર સ્કૂલ પહોંચવું અને સ્વચ્છતા પરત્વે ધ્યાન ચકાસાશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Board will be taken Standard 10th Examination
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext