Home »National News »Latest News »National» BMW And Taxi Hit And Run Case In Delhi

દિલ્હીમાં BMW ચાલકે ટેક્સીને મારી ટક્કર, ડ્રાઇવરનું મોત

divysbhaskar.com | Jan 23, 2017, 18:11 PM IST

  • પોલીસે BMW ના આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના મુનીરકા વિસ્તારમાં હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે રાતે ઝડપી ગતિએ ચાલતી બીએમડબલ્યુએ ટેક્સીને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘવાયેલો ટેક્સી ડ્રાઇવર સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, બીએમડબલ્યુ ચલાવી રહેલા માણસનું નામ શોએબ છે. તેની ધરપકડ કરવામાં આવી છે.
 
પ્રાઇવેટ કંપનીમાં એનાલિસ્ટ છે આરોપી
 
- એડિશનલ ડીસીપી (સાઉથ દિલ્હી) ચિન્મય બિસ્વાલે જણાવ્યું કે, આરોપી શોએબના વિરુદ્ધ આઇપીસી 304A (બદઇરાદાથી થયેલી હત્યા) હેઠળ કેસ દાખલ કરવામાં આવશે.
- તપાસમાં જાણ થઇ છે કે શોએબ રાતે બીએમડબલ્યુમાં ઘરે પાછો ફરી રહ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી છે. શોએબ ગુરુગ્રામની એક પ્રાઇવેટ કંપનીમાં એનાલિસ્ટ છે.
- રવિવારે રાતે લગભગ 10 વાગે પોલીસને અકસ્માતના ખબર મળ્યા હતા. અથડામણ પછી બીએમડબલ્યુ અને ટેક્સીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
- આ ઘટનાથી ક્રોધે ભરાયેલા ટેક્સી ડ્રાઇવરોએ દિલ્હીમાં કેટલીક જગ્યાઓએ વિરોધ પ્રદર્શનો પણ કર્યા. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BMW and taxi hit and run case in Delhi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended