Home »National News »Latest News »National» BJP Won 71 Seats In Odisha Panchayat Election

ઓડિસામાં BJPએ જીતી જિલ્લા પરિષદની 71 બેઠક, ગયા વખતથી 10 ગણી વધુ

divyabhaskar.com | Feb 16, 2017, 10:55 AM IST

  • બુધવારે બીજા તબક્કામાં 73% મતદાન થયું.
ભુવનેશ્વર/નવી દિલ્હી: ઓડિસાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બીજેપી બીજૂ જનતા દળ (બીજેડી) ને સીધી ટક્કર આપતી જોવા મળી રહી છે. બીજેપીએ પહેલા તબક્કાની 188 બેઠકોમાંથી 71 બેઠકો પર જીત નોંધાવી છે. આ બેઠકો પર સોમવારે મતદાન થયું હતું. ઉલ્લેખનીય છેકે બીજેપીને આ તબક્કામાં 10 ગણી બેઠકોનો ફાયદો થયો છે. 2012 માં પહેલા તબક્કામાં ફક્ત 7 બેઠકો જ મળી હતી.મોદીએ ટ્વિટ કરીને બીજેપી પર વિશ્વાસ દર્શાવવા માટે લોકોનો આભાર માન્યો છે.
 
કુલ 854 બેઠક
 
- ઓડિસાની 854 બેઠકો પર પાંચ તબક્કામાં ચૂંટણી થઇ રહી છે. પહેલા તબક્કામાં 188 બેઠકો પર સોમવારે મતદાન થયું.
- બીજા તબક્કામાં 175 બેઠકો પર બુધવારે 73% મતદાન થયું.
- પાંચમાં અને છેલ્લા તબક્કાનું મતદાન 21 ફેબ્રુઆરીએ થશે.
- પહેલા તબક્કામાં કોંગ્રેસ ફક્ત 11 બેઠકો પર જીત મેળવી શકી છે. બીજેડી 103 બેઠકો પર જીતીને પ્રથમ સ્થાને છે.
 
શું હતા 2012 ના પરિણામો
 
- 2012 માં બીજેપીને 854 બેઠકોમાંથી ફક્ત 36 બેઠકો મળી હતી.
- બીજેડીએ 656 બેઠકો પર જીત નોંધાવી હતી. કોંગ્રેસને 126 બેઠકો મળી હતી.
 
મોદીએ લોકોનો આભાર માન્યો
 
- પહેલા તબક્કામાં બીજેપીના શાનદાર પ્રદર્શન પર મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો.
- તેમણે લખ્યું- “હું ઓડિસાના લોકોનો બીજેપીમાં વિશ્વાસ દર્શાવવા માટે આભાર માનું છું. સાથે જ પાર્ટી વર્કર્ને અભિનંદન આપું છું.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: BJP won 71 seats in Odisha panchayat election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext