Home »National News »Latest News »National» UP Election 2017 Bjp Released Video Of Pratik Yadav Driving Rs 5 Crore Lamborghini

5 Crની લેમ્બોર્ગિની પર સવાર સમાજવાદ, મુલાયમના દીકરા પર BJPની કમેન્ટ

divyabhaskar.com | Jan 20, 2017, 15:43 PM IST

  • બીજેપીએ પ્રતીકનો કાર ચલાવતો વીડિયો જાહેર કરીને કહ્યું, આ સમાજવાદી પરિવારની મોભી મુલાયમના દીકરા પ્રતીકનો સમાજવાદ છે. 5 કરોડની કાર છે તેની સવારી.
લખનઉ. થોડા દિવસો પહેલાં અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવ 5 કરોડની લેમ્બોર્ગિની લખનઉની રસ્તા પર દોડતી નજરે પડી હતી. પ્રતીકે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ગુરુવારે બીજેપી વતી પ્રતીકનો વીડિયો એડિટ કરીને બહાર પાડવામાં આવ્યો. તેમાં બીજેપીએ કમેન્ટ કરી છે કે 5 કરોડની લેમ્બોર્ગિની પર સમાજવાદ સવાર છે. તેમાં જણાવવામાં આવ્યું  છે કે એક તરફ સાઈકલ માટે મુલાયમ-અખિલેશના સંબંધ દાવ પર લાગ્યો છે, તો બીજી તરફ સંપત્તિ માટે સમાજવાદ હાંસિયામાં છે.
 
રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે પ્રતીક
 
- પ્રતીક યાદવની લેમ્બોર્ગિની સવારીનો વીડિયો જાહેર કરીને બીજેપીએ યાદવ પરિવાર, સમાજવાદી પાર્ટીની હકીકત જણાવીને બીજેપી જ અંતિમ વિકલ્પ હોવાનું જણાવ્યું છે.
- વીડિયોની શરૂઆત પ્રતીક યાદવથી થાય છે. જેમાં જણાવાયું છે કે 5 કરોડની લેમ્બોર્ગિની પર સવાર સમાજવાદ.
- વીડિયોમાં આગળ કહેવાયું છે કે સમાજવાદી પરિવારના મોભી મુલાયમના દીકરા પ્રતીકનો સમાજવાદ જૂઓ, 5 કરોડની કાર છે તેની સવારી.
 
કોણ છે પ્રતીક
 
- પ્રતીક મુલાયમ અને સાધનાનો દીકરો છે. તે રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે. યુપી સિવાય અન્ય રાજ્યોમાં તેનો કારોબાર ફેલાયેલો છે.
- લખનઉમાં પ્રતીકે 7 હજાર સ્કવેર ફીટનું હાઈટેક જીમ બનાવ્યું છે. તેનું બે વર્ષ પહેલાં મુલાયમે ખુદ ઉદઘાટન કર્યું હતું.
- પ્રતીત રાજકારણમાં નથી, પરંતુ તેની પત્ની અપર્ણા યાદવને મુલાયમે લખનઉ કેંટથી વિધાનસભા ટિકિટ આપી હતી.
- અખિલેશ જૂથે શુક્રવારે જે લિસ્ટ જાહેર કર્યું તેમાં અપર્ણાનું નામ નહોતું. આગામી લિસ્ટ આવશે ત્યારે સ્પષ્ટ થશે કે તેને સ્થાન મળે છે કે નહીં.
- પ્રતીક સપાના વિવાદિત મંત્રી ગાયત્રી પ્રજાપતિનો બિઝનેસ પાર્ટનર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
 
ક્યારે મળ્યાં પ્રતીક અને અપર્ણા
 
- લખનઉના પત્રકાર અરવિંહ સિંહ બિષ્ટની દીકરી અપર્ણાના પ્રતીક સાથે લગ્ન 2011માં થયા હતા.
- અપર્ણા અને પ્રતીક બાળપણથી એકબીજાને ઓળખે છે.
- બ્રિટનના અખબાર ધ ઈન્ડિપેંડેંટ સાથે મુલાકાતમાં અપર્ણાએ 2011માં કહ્યું હતું, અમે 8 વર્ષથી મિત્રો છીએ. આ કારણે તમે અમને હાઈસ્કૂલ સ્વીટહાર્ટ્સ કહી શકો છો.
- અપર્ણાએ બ્રિટનની માનચેસ્ટર યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
-પ્રતીકે લીડ્સ યુનિવર્સિટીથી મેનેજમેન્ટની ડિગ્રી લઈ ચૂક્યો છે. સપ્ટેમ્બર 2010માં સગાઈ બાદ નવેમ્બર 2011માં બંનેના લગ્ન થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, બીજેપીએ જાહેર કરેલો વીડિયો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP Election 2017 bjp released video of pratik yadav driving Rs 5 crore Lamborghini
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended