Home »National News »Latest News »National» BJP Public 40 Star Propagandist List Today

યુપીમાં અડવાણી, સુષમા અને વરુણ ગાંધી સ્ટાર પ્રચારક નહીં: BJP યાદી બહાર પાડી

Agency, New Delhi | Jan 22, 2017, 23:10 PM IST

  • યુપીમાં અડવાણી, સુષમા અને વરુણ ગાંધી સ્ટાર પ્રચારક નહીં: BJP યાદી બહાર પાડી,  national news in gujarati
નવી દિલ્હી:ભારતીય જનતા પાર્ટીએ શનિવારે આગામી ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકની યાદી બહાર પાડી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ છે. જોકે, પક્ષના માર્ગદર્શક મંડળના નેતા લાલ કૃષ્ણ આડવાણી અને રાજ્યના કાનપુરથી લોકસભા સાંસદ મુરલી મનોહર જોશીનું નામ ગાયબ છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પક્ષના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી, વિનય કટિયાર અને વરૂણ ગાંધીને પણ યાદીમાં સ્થાન અપાયું નથી. જોકે, પક્ષે યોગી આદિત્યનાથ અને સંજીવ બલિયાનને સ્થાન આપ્યું છે. મહિલા નેતામાં હેમા માલિની અને સ્મૃતિ ઈરાની પ્રચાર કરશે.
 
ભાજપના સ્ટાર પ્રચારકની યાદી
 
નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, અરૂણ જેટલી, વેંકૈયા નાયડુ, રામલાલ, સ્મૃતિ ઈરાની, ઓમ માથુર, કેશવ પ્રસાદ મોર્ય, કલરાજ મિશ્ર, ઉમા ભારતી, શિવરાજ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, પીયુષ ગોયલ, મહેશ શર્મા, યોગી આદિત્યનાથ, સંજીવ બલિયાન, રામ વિલાસ પાસવાન, મુખ્તાર અબ્બાસ નકવી, હેમા માલિની, વી.કે. સિંહ, સાધ્વી નિરંજન જ્યોતિ, સંતોષ ગંગવાર, શિવ પ્રકાશ, સુનીલ બંસલ, રાજબીર સિંહ, કૌશલ કિશોર, મનોજ તિવારી, સ્વામી પ્રસાદ મોર્ય, એસ.પી. સિંહ બધેલ, રામ શંકર કઠેરિયા, રવિકાંત ગર્ગ, હુકુમ સિંહ, ભૂપેન્દ્ર સિંહ, બી.એલ. વર્મા, મેનકા ગાંધી, નરેન્દ્ર કશ્યપ, અવતાર સિંહ ભડાના, લોકેશ પ્રજાપતિ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP public 40 Star Propagandist list today
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended