Home »National News »Latest News »National» BJP Leaders Lay Down In Front Of Car As Tickets Were Not Given By Party

ટિકિટ ન મળતાં નેતાઓનાો ડ્રામા: બોલ્યા- ‘તમારે અમારી લાશ પરથી પસાર થવું પડશે’

Bhaskar News Network, Lucknow | Jan 29, 2017, 01:25 AM IST

  • ટિકિટ ન મળતાં નેતાઓનાો ડ્રામા: બોલ્યા- ‘તમારે અમારી લાશ પરથી પસાર થવું પડશે’,  national news in gujarati
લખનઉ : ઉ.પ્ર.માં ઉમેદવારોની પસંદગીની બાબતે ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટિકિટ ન મળતાં નારાજ ભાજપ નેતા સુંદર લાલ દીક્ષિત અને રામબાબુ દ્વિવેદી પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યની ગાડીની આગળ ઊંઘી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ‘તમારે અમારી લાશ પરથી પસાર થવું પડશે’. તેમને સમજાવવા માટે એક કલાક જેટલો સમય લાગ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં આ બંને બારાબંકી ક્ષેત્રથી બંને હારી ગયા હતા.
 
સાંસદને દોરડાથી બાંધ્યા

અયોગ્યામાં બહારની વ્યક્તિને ટિકિટ આપવાથી નારાજ કાર્યકર્તાઓએ સ્થાનિક સાંસદ લલ્લુ સિંહ અને પક્ષ એકમના પ્રમુખ અવધેશ પાંડેને દોરડાથી બાંધી દેવાયા. તેમને લગભગ બે કલાક સુધી બંધક બનાવી રખાયા. અહીં પાર્ટીએ વેદ ગુપ્તાને ટિકિટ આપી છેે.
 
આ બાજુ, બનારસમાં મૌર્ય બોલ્યા, એક પણ ઉમેદવાર બદલાશે નહીં

ગુરૂવારે મોર્યને પણ બનારસમાં વિરોધનો સામનો કરવો પડ્યો. કાર્યકર્તા શ્યામદેવ રાય ચૌધરીને ટિકિટ ન આપવાથી નારાજ હતા. મોર્યએ જણાવ્યું કે, કોઈ ઉમેદવાર બદલાશે નહીં.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: BJP Leaders lay down in front of Car as tickets were not given by Party
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext