Home »National News »Latest News »National» Bjp Leader Giriraj Singh Gives Controversial Statement About Ram Mandir

રામ મંદિર અયોધ્યામાં નહીં બને તો શું પાકિસ્તાનમાં બનશે? ગિરિરાજ સિંહ

divyabhaskar.com | Feb 06, 2017, 12:57 PM IST

  • બીજેપી નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે રામ મંદિર ક્યારે અને કેવી રીતે બનશે તે તો સમય જ જણાવશે.
નવી દિલ્હી.બીજેપી નેતા રામ મંદિરના મુદ્દો ફરી ઉઠાવી રહ્યા છે. બિહારના નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે રામ મંદિર ક્યારે અને કેવી રીતે બનશે તે સમય બતાવશે પરંતુ રામ મંદિર ભારતમાં નહીં બને, અયોધ્યામાં નહીં બને તો શું પાકિસ્તાનમાં બનશે? આ પહેલા વિનય કટિયારે પણ કહ્યું હતું કે રામ મંદિરનો મુદ્દો જોર-શોરથી ઉઠાવીશું અને કાનૂન દ્વારા તેનું સમાધાન નીકાળીશું.
 
વિનયે બતાવી હતી ફોર્મુલા
 
- રવિવારે વિનય કટિયારે રામ મંદિર નિર્માણની ત્રણ ફોર્મુલા જણાવી હતી.
- તેમણે કહ્યું, રામ મંદિર ત્રણ રીતે બની શકે છે. પ્રથમ અદાલતના માધ્યમ દ્વારા, બીજી વાતચીત અને ત્રીજી સંસદમાં કાનૂન બનાવીને.
- જે રામ મંદિર નિર્માણ નથી ઈચ્છતાં તેઓ દેશને બરબાદ કરી રહ્યા છે. જરૂર પડશે તો આ મુદ્દાને આગળ પણ ઉઠાવીશું.
 
યુપીમાં બીજેપી સરકાર બનાવવી પડશે
 
- કટિયારે કહ્યું કે યુપીમાં બીજેપી સરકાર આવશે તો મંદિર નિર્માણ પૂરી તાકાતથી થશે.
- રામ મંદિર બનાવવું હશે તો યુપીમાં બીજેપીની સરકાર બનાવવી જરૂરી છે. જ્યારે રાજ્યસભામાં બહુમતી હશે ત્યારે જ રામ મંદિરનું નિર્માણ થઈ શકશે.
- તેમણે એમ પણ કહ્યું કે મોદીના કાર્યકાળમાં જ મંદિર બનશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: bjp leader giriraj singh gives controversial statement about ram mandir
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext