Home »National News »Latest News »National» BJP Has Been Announced Candidates Name On 304 Seats Among 403 In UP

મોદીનું ચાલ્યું નહીં : મોટા નેતાના પુત્ર-પુત્રી અને પુત્રવધૂને ટિકિટ

Bhaskar News Network, New Delhi | Jan 24, 2017, 00:02 AM IST

  • મોદીનું ચાલ્યું નહીં : મોટા નેતાના પુત્ર-પુત્રી અને પુત્રવધૂને ટિકિટ,  national news in gujarati
નવી દિલ્હી/ લખનઉ:ભારતીય જનતા પક્ષની બીજી યાદી બહાર પડી ગઈ છે. જેમાં 155 નામ છે. ભાજપે રાજ્યની 403માંથી 304 સીટ પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ હતી કે, નેતા પોતાના પરિવારના લોકો માટે ટિકિટ ન માગે, પરંતુ તેમની અપીલની કોઈ અસર જોવા મળી નથી. આ યાદીમાં ભાજપનાં મોટા નેતાનાં સગા-સંબંધિ, બહારનાં લોકોને મહત્ત્વ અપાયું છે. પ્રથમ યાદીની જેમ જ બીજી યાદીમાં પણ એક પણ લઘુમતિ ઉમેદવાર નથી.
 
પરિવારવાદ

ગૃહમંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને ભાજપે નોએડાથી ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી હુકુમ સિંહની પુત્રી મૃગાંકાને કૈરાના, મુરાબાદથી ભાજપના સાંસદ સર્વેશ સિંહના પુત્ર સુશાંત સિંહને બઢાપુરની ટિકિટ અપાઈ છે. ભૂતપૂર્વ સીએમ કલ્યાણસિંહની પુત્રવધુને પણ ટિકિટ અપાઈ છે.
 
પક્ષ-પલટો કરીને આવેલા

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રીટા બુહગુણા જોશીને લખનઉ કેન્ટની ટિકિટ અપાઈ છે. જોકે, હજુ સુધી સ્વામી પ્રસાદ મોર્યને ટિકિટ મળી નથી. અમેઠીથી સંજય સિંહનાં પત્ની ગરિમાને ટિકિટ અપાઈ છે. અલાહાબાદ પશ્ચિમથી સિદ્ધાર્થનાથ સિંહ કમલના નિશાન સાથે
ચૂંટણી લડશે.
 
અખિલેશની નવી યાદી, કલંકિત ગાયત્રી પ્રજાપતિને અમેઠીની ટિકિટ

સપાએ ઉ.પ્ર.ની ચૂંટણી માટે 79 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. જેમાં કલંકિત મંત્રી ગાયત્રી પ્રજાપતિને અમેઠીની ટિકિટ અપાઈ છે. શિવપાલની નજીકના અમનમણી સહિત કુલ 25નાં નામ કાપી દેવાયા છે. સપાએ અત્યાર સુધી કુલ 287 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. શિવપાલની નજીકનાં કહેવાતા કુલ 87 લોકનાં નામ કાપી દેવાયા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: BJP has been Announced candidates name on 304 seats among 403 in UP
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext