Home »National News »Latest News »National» Bjp Declares Up Manifesto

UPમાં સત્તામાં આવીશું તો બંધારણ મુજબ રામ મંદિર બનાવીશું: બીજેપી

divyabhaskar.com | Jan 28, 2017, 17:17 PM IST

  • અમિત શાહે શનિવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો
લખનઉ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ઉત્તર પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જો સત્તામાં આવીશું તો બંધારણ મુજબ રામ મંદિર બનાવીશું.
 
શાહે બીજું શું કહ્યું
 
- તેમણે ઉમેર્યું હતું કે બીજેપીએ પોતાનો મેનિફેસ્ટો યુપીના 10 કરોડ લોકો સાથે વાત કરીને બનાવ્યો છે. - રાજ્યમાં એક કરોડ ગરીબ પરીવારોનો ગરીબ કલ્યાણ કાર્ડ આપવામાં આવશે.
- 5 વર્ષમાં દરેક ઘરમાં 24 કલાક વીજળી મળશે. ગરીબોને 100 યુનિટ વીજળી 3 રૂપિયાના ભાવે મળશે.
- રાજ્યના 6 શહેરોમાં હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવશે.
- કાનપુર, ગોરખપુરમાં મેટ્રો શરૂ કરાશે ઉપરાંત લખનઉ, નોઈડા મેટ્રોનું વિસ્તરણ કરાશે.
- યુપીમાં 6 નવી એમ્સ અને 25 નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
- દરેક જિલ્લામાં 3 મહિલા પોલીસ સ્ટેશન બનાવાશે. મહિલાઓ માટે 100 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે.
- ખેત મજૂરોને 2 લાખનો વીમો આપવામાં આવશે.
- શેરડી ખેડૂતોને તાત્કાલિક ચૂકવણી કરવામાં આવશે.
- 45 દિવસમાં ગુનેગારને જેલમાં ધકેલવામાં આવશે.
- એફઆઈઆર નોંધાવતી વખતે ભેદભાવ નહીં રાખવામાં આવે.
 
મેનિફેસ્ટો પર માયાવતીએ શું કહ્યું
 
BSP અધ્યક્ષ માયાવતીએ કહ્યું, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં રાજ્યના લોકોની આંખમાં ધૂળ નાંખવા સિવાય કશું કર્યું નથી. ભાજપ પૂર્ણ રીતે જાતિવાદી પાર્ટી છે. આ લોકો મોકો મળતાં જ દલિત, આદિવાસીને મળતો અનામતનો લાભ કાયમ માટે ખમત કરી દેશે. સર્જિકલ સ્ટ્રાઈકના નામ પર બીજેપી ધ્યાન ખેંચી રહી છે. નોટબંધીથી 90 ટકા લોકોને પરેશાની થઈ. વગર વિચાર્યે કરવામાં આવેલી નોટબંધીના ફેંસલા બાદ દેશનો ગરીબ અને ખેડૂત બીજેપીને હજુ પણ ભાંડી રહ્યો છે. બીજેપીએ જનતાને ખોટા વાયદા કર્યા છે. કેન્દ્રના પ્રલોભન ભરેલા વાયદા હજુ અધૂરા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bjp declares up manifesto
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext