Home »National News »Latest News »National» BJP Candidate Parag Is Richest In BMC Election

BMC ચૂંટણીમાં BJPના પરાગ સૌથી અમીર ઉમેદવાર, 689 કરોડની પ્રોપર્ટી

divyabhaskar.com | Feb 09, 2017, 17:58 PM IST

  • પરાગ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે. – ફાઇલ
મુંબઈ: બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) ચૂંટણીમાં ઘાટકોપર વોર્ડ નં. 132 ના બીજેપી ઉમેદવાર પરાગ શાહ સૌથી અમીર ઉમેદવાર છે. ચૂંટણીપંચને આપેલા એફિડેવિટ પ્રમાણે પરાગ 689 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મત આપવામાં આવશે.
 
ક્યાં-ક્યાં છે પરાગની પ્રોપર્ટી
 
- પરાગ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા તે ઘણા સામાજિક સંગઠનો માટે કામ કરતા રહ્યા છે.
- મુંબઈ અને થાણેમાં તેમની અને તેમની પત્નીની 9 પ્રોપર્ટીઓ છે. એફિડેવિટ પ્રમાણે, આ પ્રોપર્ટી તેમના અને તેમની પત્નીના નામે છે. તેમાંથી 20 કરોડની પ્રોપર્ટી મુંબઈ અને થાણેમાં છે. તેમાં ફ્લેટ, એગ્રીકલ્ચરલ લેન્ડ (ખેતીની જમીન) સામેલ છે.
 
કન્સટ્રક્શન અને ડેવલપર્સનો બિઝનેસ છે પરાગનો
 
- પરાગ શાહનો કન્સટ્રક્શન અને ડેવલપર્સનો બિઝનેસ ચેન્નાઇ અને ગુજરાતમાં છે. શાહ ઉપર કોઇપણ પ્રકારનું દેવું નથી.
 
રાજનીતિમાં આવવાનું કારણ
 
- પરાગ કહે છે કે તેઓ છેલ્લાં 15 વર્ષોથી સામાજિક કાર્યો કરી રહ્યાં છે. કેટલાય ટ્રસ્ટ્સ અને એનજીઓ સાથે પહેલેથી સંકળાયેલા છે.
- પરાગ વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના પ્રવીણ છેડા પણ એક અમીર ઉમેદવાર છે. તેમની પાસે 14 કરોડ 4 લાખ 64 હજાર રૂપિયાની સંપત્તિ છે.
 
21 ફેબ્રુઆરીએ છે મતદાન
 
- ઘાટકોપર ગુજરાતી લોકોનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે.
- અહીંયા ભાજપ, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય લડાઇ છે. બેઠકોની વહેંચણીને લઇને ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: BJP candidate Parag is richest in BMC election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext