Home »National News »Photo Feature» Manisha Anuragi Joined Politics On Advice Of Her Forest Ranger Husband

પતિની સલાહ માનતા આ કોમન મહિલા બની VIP, 2 વર્ષમાં જ બદલાયું જીવન

divyabhaskar.com | Feb 03, 2017, 10:00 AM IST

  • મનીષા એક સમયે પીએચડી કરીને પ્રોફેસર બનવા માગતી હતી.
લખનઉઃપાટનગરથી 250 કિમી દુર આવેલા રાઠમાં રહેતી મનીષા અનુરાગી આ વિસ્તારમાં ઘણી લોકપ્રિય ચહેરો બની ગઈ છે. મનીષા એક સમયે પીએચડી કરીને પ્રોફેસર બનવા માગતી હતી. જોકે પતિની એક સલાહને કારણે તેનું જીવન જ બદલાઈ ગયું. હવે તે સામાન્ય મહિલામાંથી વીઆઈપી બની ગઈ છે. લોકપ્રિયતાને આધારે જ ભાજપે મનીષાને યુપી ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી છે.
 
પતિએ આપી હતી રાજકરણમાં જવાની સલાહ...

- એમએસસી અને એમફીલની ડિગ્રી કર્યા બાદ પીએચડી કરવા માગતી મનિષાએ 2010માં પરિવારજનોના કહેવા પર લગ્ન કરી લીધા હતા.
- મનીષા ડોક્ટર લેખરામની પત્ની છે, જેઓ ફોરેસ્ટ વિભાગમાં રેન્જર છે.
- મનીષા પણ પતિની જેમ પીએચડી કરવા માગતી હતી. જોકે લેખરામે પત્નીને રાજકરણમાં જવાની સલાહ આપી.
- 2012માં નગરપાલિકા અધ્યક્ષની ચૂંટણી હતી. પતિના કહેવા પર મનિષા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી.
- કોઈપણ પક્ષની સાથે જોડાયા વગર જ મનિષાએ આ ચૂંટણી જીતી લીધી હતી.
- રાઠમાં લોકપ્રિયતા જોઈ ભાજપે મનિષાને પક્ષ સાથે જોડી લીધી અને 2017ની વિધાનસભા ચૂંટણીની ઉમેદવાર પણ બનાવી.
- મનિષાએ કહ્યું કે, હું સવારે પહેલા પૂજા કરું છું. આ ઉપરાંત કોઈપણ ગામમાં પ્રચાર પહેલા મંદિરમાં દર્શન કરું છું.
- મનિષાના સેવાકાર્યની સાથે ધાર્મિક સ્વભાવ લોકોને પ્રભાવિત કરે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Manisha Anuragi Joined Politics On Advice Of Her Forest Ranger Husband
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext