Home »National News »Latest News »National» BJP Accused That Manmohan And Chidambaram Helped Get Loans To Mallya

માલ્યાને લોન આપવાના BJPના આક્ષેપ પર મનમોહને કહ્યું- કાયદા વિરુદ્ધ કશું નથી કર્યું

divyabhaskar.com | Jan 30, 2017, 18:17 PM IST

  • એક મીડિયા રિપોર્ટમાં વિજય માલ્યાના તત્કાલીન પીએમ મનમોહન સિંહ અને નાણામંત્રી ચિદંબરમને લખેલા પત્રો સામે આવ્યા હતા.
નવી દિલ્હી: બીજેપીએ આરોપ લગાવ્યો છે કે દારૂનો ધંધો કરનારા વિજય માલ્યાને બે વાર લોન કોંગ્રેસ સરકારના શાસન દરમિયાન આપવામાં આવી હતી. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે કહ્યું કે, માલ્યાને પહેલીવાર 2004 અને પછી 2008 માં લોન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા એક મીડિયા રિપોર્ટમાં વિજય માલ્યાએ તે સમયે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણામંત્રી ચિદંબરમને લખેલા પત્રો સામે આવ્યા હતા. કોંગ્રેસે આ બાબતે હાલ કોઇ પ્રતિક્રિયા દર્શાવી નથી.
 
બીજું શું કહ્યું પાત્રાએ
 
- સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ કહ્યું, બે વાર માલ્યાને લોન આપવામાં આવી. પહેલા 2004 અને પછી 2008 માં. એટલું જ નહી પરંતુ, 2010 માં તેમની લોનને રિસ્ટ્રક્ચર પણ કરવામાં આવી.
- ઉલ્લેખનીય છે કે તે દરમિયાન કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. મનમોહન સિંહ વડાપ્રધાન અને પી. ચિદંબરમ નાણામંત્રી હતા.
- બીજેપી પ્રવક્તાએ કહ્યું, શું ડૂબતા જહાજે (કોંગ્રેસ) ડૂબતી એરલાઇન્સ (માલ્યાની કિંગફિશર) ની મદદ કરી હતી? મનમોહનના કહેવા પર જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે માલ્યા પ્રત્યે કૂણું વલણ રાખ્યું હતું અને તેમના અકાઉન્ટ્સ પણ સ્થગિત કરવામાં આવ્યા ન હતા.
- પાત્રાએ કહ્યું, ઘણીવાર આ સવાલ પૂછવામાં આવે છે કે ખરાબ રેટિંગ પછી પણ માલ્યાને 9 હજાર કરોડ રૂપિયાની લોન કેવી રીતે મળી ગઇ? આનો જવાબ એ છે કે, પાછળથી કોઇ તાકાત ચોક્કસપણે મદદ કરી રહી હતી. અમારી પાસે પુરાવારૂપે પત્રો અને ઇ-મેઇલ છે.
 
માલ્યાએ માંગી હતી મનમોહન પાસે મદદ
 
- એક ચેનલના જણાવ્યા પ્રમાણે, માલ્યાએ મનમોહન અને ચિદંબરમને પત્ર લખીને મદદ માંગી હતી. માલ્યાએ લખ્યું હતું કે બેન્ક કન્ઝોર્શિયમ પાસેથી તેમને 60 દિવસ માટે ઉધાર અપાવવામાં આવે જેથી એરલાઇન્સનો ફ્યુએલ સપ્લાય બંધ ન થાય.
- રિપોર્ટ પ્રમાણે, માલ્યાને પત્ર 21 માર્ચ, 2013 જ્યારે મનમોહનને 4 ઓક્ટોબર, 2011 ના રોજ આ પત્રો મોકલવામાં આવ્યા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માલ્યાએ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના મોટા ઑફિસરો પાસેથી પણ મદદ માંગી હતી પરંતુ, તેમણે આમ કરવાની ના પાડી દીધી હતી.
- હવે બીજેપી આ જ પત્રોના આધારે આરોપ લગાવી રહી છે કે મનમોહન અને ચિદંબરમે માલ્યાની મદદ કરી હતી. બીજેપીએ જણાવ્યું કે કોંગ્રેસ હેવ એક્સપોઝ થઇ ગઇ છે.
- રિપોર્ટ પ્રમાણે વિજય માલ્યા તે સમયે સતત પીએમઓના સંપર્કમાં હતા. 2010 થી 2013 ના ઘણા ઇ-મેઇલ પીએમઓએ નાણામંત્રાલયને ફોરવર્ડ કર્યા હતા.
 
કિંગફિશર પર લાગ્યા હતા આ આરોપ
 
- પાછલા દિવસોમાં 1000 થી પણ વધુ પાનાઓની ચાર્જશીટમાં સીબીઆઇએ કિંગફિશર એરલાઇન્સ પર ઘણા આરોપો લગાવ્યા છે. આરોપ છે કે એરલાઇને આઇડીબીઆઇ તરફથી મળેલી 900 કરોડ રૂપિયાની લોનમાંથી 254 કરોડ રૂપિયાનો પર્સનલ ઉપયોગ કર્યો છે.
- એજન્સીએ એમ પણ કહ્યું કે આઇડીબીઆઇએ કંપનીને રવિવારના દિવસે લોન આપી હતી, જે આરબીઆઇના નિયમોની વિરુદ્ધ છે.
- આ બાબતે આઇડીબીઆઇ બેન્કના ભૂતપૂર્વ ચેરમેન યોગેશ અગ્રવાલ સહિત 9 લોકોની હાલમાં ધરપકડ કરવામાં આવી હતી.
 
મદદ માંગી હતી લોન નહી: માલ્યા
 
- માલ્યાએ થોડાક દિવસો પહેલા કિંગફિશર એરલાઇન્સના બંધ થવા માટે સરકારની પોલિસીઓ અને તે સમયની આર્થિક પરિસ્થિતિઓને જવાબદાર ઠેરવી હતી. માલ્યાએ કહ્યું હતું કે જનતાના પૈસાથી સરકારની માલિકીની એર ઇન્ડિયાને બેલઆઉટ આપવામાં આવ્યું, પરંતુ, ‘સૌથી મોટી ઘરેલૂ એરલાઇન’ ને આમ જ છોડી દેવામાં આવી.
- માલ્યાએ પોતાના બચાવમાં ઘણા ટ્વીટ્સ કર્યા હતા. માલ્યાએ ‘જનતાના પૈસા એર ઇન્ડિયાને આપવામાં આવ્યા’ તે બાબતે સવાલો ઊભા કરતા જણાવ્યું કે તેમણે પોલિસીમાં બદલાવ સંબંધિત મદદ માંગી હતી. માલ્યાએ સીબીઆઇ અને સેબીને એમ પણ કહ્યું કે તેમણે જણાવવું પડશે કે તેમના પર કયા આધારે આ આરોપ લગાવવામાં આવ્યા છે.
 
મનમોહને કહ્યું કાયદા વિરુદ્ધ કશું નહોતું કર્યું
 
- બીજેપીના આરોપો સામે મનમોહન સિંહે કહ્યું કે, કોઇપણ સરકારમાં તમામ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ વિવિધ ઉદ્યોગપતિઓ પાસેથી પત્રો મેળવતા જ હોય છે. જેમને પછીથી યોગ્ય ઓથોરિટી પાસે મોકલી આપવામાં આવે છે.
- મનમોહને જણાવ્યું કે મેં જે કંઇ કર્યું હતું તેનો મને પૂર્ણ સંતોષ હતો અને અમે એવું કશું નહોતું કર્યું જે દેશના કાયદાની વિરુદ્ધમાં હોય. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો: માલ્યાએ કહ્યું, સીબીઆઇ અને સેબીએ પહેલા મારા વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો વિશે જવાબ આપવો પડશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP accused that Manmohan and Chidambaram helped get loans to Mallya
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended