Home »National News »Latest News »National» War Against Liquor By Bihar Chief Minister Nitish Kumar

'બિહારમાં નહીં અને બહાર પણ નહીં,' અધિકારીઓ માટે દારૂબંધીનો કડક નિયમ

Agency | Feb 17, 2017, 12:07 PM IST

  • ચૂંટણીમાં આપેલો વાયદો પૂરો કરતા નીતીશ કુમારે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં દારૂ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
પટણા. લગભગ એક વર્ષ પહેલા દારૂબંધી લાગુ થયા બાદ હવે બિહાર રાજ્યના અધિકારી રાજ્ય કે દેશની બહાર જઈને પણ દારૂ નહીં પી શકે. મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વવાળા મંત્રીમંડળે રાજ્ય દારૂબંદી કાયદામાં આ અઠવાડિયે સંશોધનને મંજૂરી આપી દીધી છે. જે મુજબ દેશ કે દુનિયાના કોઈપણ ખૂણામાં દારૂ પીતા મળ્યા તો રાજ્યના સરકારી કર્મચારીઓ, જજો તથા મેજિસ્ટ્રેટોને દંડ કરવામાં આવશે.  
 
દારૂ પીતા પકડાયા તો નોકરી ગુમાવવી સુધીની થશે સજા
 
- સજા તરીકે આ અધિકારીઓના પગારમાં કાપ કરી શકાય છે, તેમને સસ્પેન્ડ કરી શકાય છે અને નોકરીમાંથી હાંકી પણ શકાય છે.
- આ નવો નિયમ લાગુ કરવા માટે અધિકારીઓ માટે સેવા નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યા છે.
- અત્યાર સુધી અધિકારીઓને માત્ર ડ્યૂટી દરમિયાન દારૂ પીવાની મનાઈ હતી.  
- ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ, ન્યાયિક અધિકારીઓ માટે આ પહેલા આ પ્રકારનો કોઈ નિયમ હતો નહીં.
- દારૂબંધીનો આ નિયમ ડેપ્યુટેશન પર રાજ્યની બહાર તહેનાત કરવામાં આવેલા અધિકારીઓ ઉપર પણ લાગુ પડશે.
 
અધિકારીઓએ કાયદો ન પાળતા કડક કર્યા નિયમ
 
- હાલમાં જ મુખ્યમંત્રીને એક જનસભા દરમિયાન સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકારી અમલદારોનો એ શખ્સ દ્વારા આલ્કોહોલ ટેસ્ટ કરાવી શકાય છે જેનો આરોપ છે કે અધિકારીઓએ દારૂબંધી હોવા છતાંય દારૂ પીવાનું છોડ્યું નથી.
- હાલમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે સરકારની પાસે રાજ્યની બહાર તહેનાત કે સેવા આપી રહેલા અધિકારીઓ પર નજર રાખવા માટે શું યોજના છે. એક રિપોર્ટ મુજબ, એવું થઈ શકે છેકે કાર્યવાહી ત્યારે કરવામાં આવે જ્યારે કોઈ ફરિયાદ મળે.
 
એપ્રિલ 2016થી દારૂબંધીનો નિયમ થયો બિહારમાં લાગુ
 
- ચૂંટણીમાં આપેલો વાયદો પૂરો કરતા નીતીશ કુમારે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં દારૂ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
- મુખ્યમંત્રીએ તેને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.
- જેના કારણે એક ઝટકામાં અપરાધ ઓછા થઈ ગયા, સાંપ્રદાયિક સદભાવ વધ્યો અને લોકોની ખાણીપીણીની આદતમાં સુધાર આવ્યો.
 
આગળની સ્લાઈડમાં વાંચો, દારૂબંધીના સમર્થનમાં 10,000 કિમી લાંબી માનવ સાંકળ, મોદીએ પણ કર્યું હતું સમર્થન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: War against liquor by Bihar Chief Minister Nitish Kumar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext