Home »National News »Latest News »National» Things To Watch Out For On Tuesday 31st January

જલ્લિકટ્ટુ પર SCના ફેંસલાથી બજેટ સત્ર સુધીના આ સમાચાર પર રહેશે નજર

divyabhaskar.com | Jan 31, 2017, 07:56 AM IST

  • સોમવારે સ્પીકર સુમિત્રા મહાજને બજેટ સત્ર શરૂ થતા પહેલાં તમામ પક્ષોની મીટિંગ બોલાવી હતી.
નવી દિલ્હી. મંગળવારે બજેટ સત્રની શરૂઆત ગૃહમાં ઈકોનોમિક સર્વે શરૂ કરવાની સાથે થશે. ઉપરાંત બપોર સુધી સુપ્રીમ કોર્ટે તામિલનાડુની પારંપરિક રમત જલ્લિકટ્ટુ પર પણ ફેંસલો સંભળાવી શકે છે. આ ઉપરાંત બાંગ્લાદેશ સામેની એક માત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એમસીએક્સ ઓફિસનું ઉદઘાટન કરશે.
 
1. બજેટ સત્ર આજથી, ઈકોનોમિક સર્વે રજૂ થશે
નવી દિલ્હી. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સેશનની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બંને ગૃહોનો એક સાથે સંબોધન કરશે. જે બાદ ઈકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાના કારણે બજેટનો પ્રથમ હિસ્સો 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુચારી સુધી ચાલશે, જ્યારે બીજો હિસ્સો 9 માર્ચથી 12 એપ્રિલ સુધી ચાલશે.
 
2. જલ્લિકટ્ટુ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે
નવી દિલ્હી. તામિલનાડુમાં સાંઢને કાબુ કરવાની પારંપરિક રમત જલ્લિકટ્ટુ સાથે સંકળાયેલા તમામ મામલા પર સુપ્રીમ કોર્ટમાં 31 જાન્યુઆરી સુધી સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં આંદોલન બાદ રાજ્ય સરકારે જલ્લિકટ્ટુ માટે કાયદો બનાવ્યો છે. આ કાયદા બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ગત વર્ષે જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનને પરત લેવાની અપીલ કરી હતી.
 
3. બાંગ્લાદેશ સામે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની થઈ શકે છે જાહેરાત
મુંબઈ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 9 ફેબ્રુઆરીથી હૈદરાબાદમાં એક ટેસ્ટ મેચ રમાશે. ખબર છે કે આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત મંગળવારે થઈ શકે છે.
 
4. ગિફ્ટ સિટીમાં એમસીએક્સ ઓફિસનું ઉદઘાટન
ગાંધીનગર. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં એમસીએક્સ ઓફિસનું ઉદઘાટન કરશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Things To Watch Out For On Tuesday 31st january
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext