Home »National News »Latest News »National» Bhopal: IIT Graduate Murders Partner, Buries Body In Concrete

ભોપાલઃ IIT પાસઆઉટે પત્નીનું કર્યું ખૂન, ઘરમાં જ ચબૂતરો બનાવી દાટી દીધી

Vishal Tripathi/HB Varma | Feb 03, 2017, 12:05 PM IST

  • આરોપી ઉદયે પત્ની આકાંક્ષા શ્વેતની હત્યા કરી તેને ઘરની અંદર દાટી દઈ ઉપર ચબૂતરો ચણી લીધો હતો. (ફાઈલ)
ભોપાલ. પોતે આઈઆઈટી દિલ્હીનો પાસઆઉટ છે તેવું કહેનારા એક શખ્સે ભોપાલમાં પોતાની પત્નીની હત્યા કરી દીધી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગુરુવાર સાંજે પાંચ વાગ્યે પશ્ચિમ બંગાળ પોલીસ ભોપાલ પહોંચી. આરોપી પતિએ હત્યા બાદ મૃતદેહને એક બોક્સમાં બંધ કરી સિમેન્ટથી ભરી દીધું. બોક્સમાં પાણી નાખ્યું અને જામી ગયા બાદ ઘરના પહેલા માળે એક ચબૂતરામાં દાટી દીધું. આરોપીની માતા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ડીએસપી રહી ચૂકી છે.
 
લગ્ન બાદ થવા લાગ્યા હતા ઝઘડા
 
ગોવિંદપુરા પોલીસ સ્ટેશનના સબ-ઈન્સપેક્ટર રમેશ રાયે જણાવ્યું કે પશ્ચિમ બંગાળના બાકુરા જિલ્લાના રહેવાસી દેવેન્દ્રકુમાર શર્માની 28 વર્ષીય દીકરી આકાંક્ષા શ્વેત 24 જૂન 2016થી ગુમ હતી.
- દેવેન્દ્રએ બાકુરા પોલીસ સ્ટેશનમાં દીકરીનું અપહરણ થયું હોવાનો કેસ દાખલ કરાવ્યો હતો.
- દેવેન્દ્ર શર્માને આશંકા હતી કે આકાંક્ષા કોઈ ઉદય દાસ (32)નામના યુવકની સાથે ભોપાલના ગોવિંદપુરામાં રહે છે.
- જેથી આકાંક્ષાના પિતાની સૂચનાના આધારે બાકુર પોલીસ સ્ટેશન એમઆઈજી/62 સેક્ટર 3-એ સાકેત નગર ગોવિંદપુરા સરનામાએ પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી ઉદય દાસની ધરપકડ કરી હતી.
 
ભોપાલમાં એકલો રહેતો હતો આરોપી
 
- આરોપી ઉદય દાસના પિતાનું નામ પી કે દાસ અને માતાનું નામ ઈન્દ્રાણી દાસ છે.
- ઈન્દ્રાણી દાસ પહેલા મધ્ય પ્રદેશ પોલીસ અને બાદમાં છત્તીસગઢ પોલીસમાં ડીએસપી રહી ચૂક્યા છે. વી કે દાસ ભેલમાં કામ કરતા હતા અને ફોરમેન પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા.
- આરોપી ભોપાલમાં એકલો રહેતો હતો. મળતી માહિતી મુજબ તેના માતા-પિતા દિલ્હીમાં રહે છે.
 
2007માં થઈ હતી દોસ્તી, ન્યૂયોર્કમાં કર્યા હતા કોર્ટ મેરેજ
 
- પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઉદય દાસે જણાવ્યું કે 2007માં તેની દોસ્તી આકાંક્ષા સાથે થઈ હતી. જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી.
- જૂન 2015માં ઉદય અને આકાંક્ષાએ ન્યૂયોર્ક (અમેરિકા)માં કોર્ટ મેરેજ કરી લીધા હતા.
- લગ્ન બાદથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. જેથી પરેશાન થઈને ઉદયે આકાંક્ષાની હત્યા કરી દીધી હતી.
 
દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશતો હતો ઉદય
 
- આરોપીના એક પડોશીએ જણાવ્યું કે લગભગ બે મહિના પહેલા ઉદય દાસે પોતાના ઘરમાં કોંક્રિટનો એક ચબૂતરો બનાવ્યો હતો.
- ચબૂતરાને કોઈ મજૂર કે કડિયાની મદદ લીધા વગર જાતે જ ચણી લીધો હતો.
- ઉદય વારંવાર ચબૂતરાની પાસે જ બેસી રહેતો હતો અને કોઈને પણ ચબૂતરા પાસે ભટકવા જ નહોતો દેતો.
- ચબૂતરો બન્યા બાદ તે પોતાના ઘરના મુખ્ય દરવાજાથી અંદર આવવાને બદલે દીવાલ કૂદીને આવન-જાવન કરતો હતો.
 
પડોશીને શક થયો હતો
 
- પડોશીએ પોલીસને જણાવ્યું કે લગભગ 4 મહિના પહેલા ઉદયની સાથે એક યુવતી પણ અહીં રહેતી હતી.
- બંનેના હાવભાવ જોઈને લાગતું હતું કે બંને લગ્ન કર્યા વગર સાથે રહી રહ્યા હતા.
- જોકે, થોડા દિવસ બાદ યુવતી અચાનક જ ક્યાંક ચાલી ગઈ હતી.
- પડોશીને શક જતાવ્યો હતો કે ઉદયે યુવતીની હત્યા કરીને તેને પોતાના ઘરમાં દાટી દીધી અને તેની ઉપર કોંક્રીટનો ચબૂતરો ચણી દીધો.
 
ઘટનાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhopal: IIT graduate murders partner, buries body in concrete
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext