Home »National News »Photo Feature» Divorcee Woman Was Blackmailing Accused Lover For Money

પહેલા બનાવ્યો ડાન્સ વીડિયો, પછી પ્રેમીએ કરી માતા-પુત્રીની હત્યા

Nishat Shamsi | Feb 04, 2017, 00:07 AM IST

  • ઠાણે ગ્રામીણ એસપી મહેશ પાટિલે જણાવ્યું કે, આરોપીએ હત્યા પહેલા દીપિકા અને હેતવી ડાન્સ વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.
મુંબઈઃશહેરના ભાયંદર વિસ્તારમાં થયેલી માતા-પુત્રીના ડબલ મર્ડરનો કેસ પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે મહિલાના પ્રેમીની હત્યા મામલે ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, પૈસાની લેવડ-દેવડ મામલે બંને હત્યા કરવામાં આવી છે. હત્યા અગાઉ આરોપીએ માતા-પુત્રીનો ડાન્સ વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.
 
બ્લેકમેલ કરવાનો આરોપ...

- ભાયંદર ઈસ્ટના નવઘર પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં 28 જાન્યુઆરીએ માતા-પુત્રીની લાશ મળી હતી.
- સોનમ સરસ્વતી બિલ્ડિંગના રૂમ નંબર 401માં રહેતી દીપિકા કાર્તિંક સંઘવી (29)એ અમુક વર્ષ પહેલા પતિ કાર્તિકથી છૂટાછેડા લઈ લીધા હતા.
- દીપિકા પુત્રી હેતવી (8) વર્ષ સાથે રહેતી હતી. દીપિકા એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી.
- કોલ સેન્ટરમાં તેની મિત્રતા વિનાયક ઉર્ફ વિક્કી (21) સાથે થઈ હતી. વિક્કી તેના ઘરે આવવા-જવા લાગ્યો.
- બંનેની મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ, અમુક દિવસો બાદ દીપિકાની નોકરી છૂટી ગઈ. જે પછી તે વિક્કી પાસે ગુજરાન ચલાવવા પૈસા માગવા લાગી.
- 25 જાન્યુઆરીએ દીપિકાએ ફરી વિક્કી પાસે પૈસાની માગ કરતા બંને વચ્ચે વિવાદ થયો હતો. 
- આ વિવાદને કારણે વિક્કીએ દીપિકાનું ગળુ કાપી હત્યા કરી હતી. 8 વર્ષીય હેતવીએ આ જોઈ લેતા પુરાવાનો નાશ કરવા વિક્કીએ તેનું ગળુ દાબી હત્યા કરી હતી.
- આરોપીએ બાળકીની લાશે સોફા-કમ બેડમાં સંતાડી દીધી. તે આખી રાત ઘરમાં રોકાયેલો રહ્યો. 26 જાન્યુઆરીએ સવારે 7.30 વાગે આરોપી ઘર છોડી નીકળી ગયો હતો.
- આ ઘટના 28 તારીખે સામે આવી જ્યારે ઘરમાંથી તીવ્ર દુર્ગંધથી પાડોશીઓ હેરાન થઈ ગયા હતા.
 
આમ પકડાયો આરોપી....

- દીપિકાના પાડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા વિક્કીના દીપિકાના ઘરે અવર-જવર રહેતું હોવાની જાણ થઈ.
- હત્યા બાદ આરોપી પહેલા ગોવા અને પછી શિરડી ગયો હતો, ત્યાંથી પરત દહિંસર આવ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.
- ઠાણે ગ્રામીણ એસપી મહેશ પાટિલે જણાવ્યું કે, આરોપીએ હત્યા પહેલા દીપિકા અને હેતવી ડાન્સ વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.
- હેતવી 26 જાન્યુઆરીએ સ્કૂલમાં ‘હાનિકારક બાપૂ’ ગીત પર ડાન્સ પર્ફોમ કરવાની હતી. 
- અગાઉ પોલીસે દીપિકાના પૂર્વ પતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જોકે સીસીટીવી ફૂટેજથી આરોપી પ્રેમી સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Divorcee Woman Was Blackmailing Accused Lover For Money
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext