Home »National News »Latest News »National» Bhaskar Interview With Chief Of The Rashtriya Lok Dal Ajit Singh

સપા કે કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે ચર્ચા થઈ નથી, BJPને ટેકો નહીં આપીએ: અજીત સિંહ

Bhaskar News Network | Jan 29, 2017, 01:28 AM IST

  • સપા કે કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે ચર્ચા થઈ નથી, BJPને ટેકો નહીં આપીએ: અજીત સિંહ,  national news in gujarati
રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અજીત સિંહે જણાવ્યું કે, તેમનો પક્ષ રાજ્યની તમામ બેઠક પર એકલા હાથે જ ચૂંટણી લડશે. મહાગઠબંધન બનતાં પહેલાં જ તુટી જવા અંગે તેમણે જણાવ્યું કે, તેમણે કોંગ્રેસ કે સપા સાથે ગઠબંધન અંગે ક્યારેય ચર્ચા કરી નથી. ભાસ્કર સાથે વિશેષ વાતચીતમાં તેમણે તમામ મુદ્દે ખુલ્લા દિલે ચર્ચા કરી. તેમની સાથે વાતચીતના અંશ...

તમારો પક્ષ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા જતો હતો, શા માટે અલગ થયા?

અમે ક્યારેય ગઠબંધન અંગે ચર્ચા કરી નથી. આ બધી જ મીડિયા અને વિરોધીઓ દ્વારા ચગાવાયેલી વાતો છે. મુલાયમ સિંહ સાથે એક સમયે વાટાઘાટો ચાલતી હતી, પરંતુ તે સફળ થઈ નથી. હવે એ બધી જ બાબતો જૂની થઈ ચૂકી છે. અમે એકલા જ ચૂંટણી લડીશું.

કોઈ ગઠબંધન કરવા માગતું નથી.

અમે પોતે પણ ગઠબંધન ઈચ્છતા નથી. અમે તમામ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છીએ. આ વખતે યુપીમાં અમારી સરકાર બનશે.

અખિલેશ રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. શું મુલાયમ સિંહની સાથે ખોટું થયું?

જે થયું તે બધું જ સપાની આંતરિક બાબત છે. અમે કોઈની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરતા નથી. આ બાબતે તમે તેમને જ પુછો તો વધુ સારું.

તમને પશ્ચિમ ઉ.પ્ર.ના બહાર પણ જીતનો વિશ્વાસ છે. જ્યાં તમારો આધાર નથી.

અમે ઘણા વર્ષોથી ચૌધરી ચરણ સિંહના સિદ્ધાંતો પર કામ કરી રહ્યા છીએ. ખેડૂતોના હિતની જ વાત કરીએ છીએ. અમારા માટે આખું રાજ્ય એક છે, જીતવા માટે જ ઉમેદવાર ઊભા રાખ્યા છે.

આ ચૂંટણી તમારા અને પક્ષના ભવિષ્ય માટે ખુબ જ જરૂરી છે. શું રણનીતિ છે?

દરેક ચૂંટણી જરૂરી હોય છે. અમે અમારા મુદ્દા સાથે કોઈ જ સમાધાન કરી શકીએ એમ નથી. ખેડૂતોનાં હિત માટે હંમેશાં સંઘર્ષ કર્યો છે અને કરીશું.

શું તમે અને પુત્ર જયંત ચૂંટણી લડશો?

ના. અમે ચૂંટણી નહીં લડીએ, પરંતુ લડાવીશું. તમામ ઉમેદવાર જરૂરથી વિજય મેળવશે. જયંત ચૌધરી પક્ષનો મુખ્યમંત્રી પદનો ચહેરો હશે.

શું ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે કોઈની સાથે ગઠબંધન કરશો?

અત્યારે તો ચૂંટણી લડવાનો સમય છે. અમે ભાજપની સાથે ક્યારેય સરકાર નહીં બનાવીએ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhaskar Interview with chief of the Rashtriya Lok Dal ajit singh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext