Home »National News »Photo Feature» Night Party Of Young Boys And Girls At Bhangarh Fort

ભૂતોના ગઢમાં યુવકો-યુવતીઓની દારૂ પાર્ટી, ભયના માહોલમાં કરે છે મસ્તી

Robin Beniwal | Jan 31, 2017, 12:30 PM IST

  • દારુની બોટલ સાથે યુવક અને ભાનગઢના કિલ્લાની તસવીર.
અલવરઃએશિયાના સૌથી ભૂતિયા શહેર એવા ભાનગઢ સમગ્ર વિશ્વમાં જાણીતું છે. રાજસ્થાનના દરેક પ્રવાસીઓ અહીં આવતા હોય છે. પ્રવાસીઓને રાતે કિલ્લામાં જવાની મંજૂરી નથી, રાતના સમયે કિલ્લાનો ગેટ બંધ કરી દેવામાં આવે છે. જોકે આ પ્રતિબંધ છતાં અહીં અમુક યુવકો-યુવતીઓ રાતે દારૂપાર્ટી માણતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
 
હથિયાર સાથે 5 ગાર્ડ, પરંતુ બોલ્યા- 50-60 લોકોને કેવી રીતે અટકાવીએ

- ભાસ્કરની ટીમે ભાનગઢ પહોંચી આ મામલે સમગ્ર મામલે જાણકારી મેળવી હતી.
- પુરાતત્વ વિભાગ તરફથી અહીં 5 ગાર્ડ રાતે તૈનાત રહે છે અને બધા હથિયાર સાથે છે. કોઈપણ વ્યક્તિને સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા અંદર જવાની મંજૂરી નથી.
- આ પ્રતિબંધ છતાં ગાર્ડ જાતે જ 100-200 રૂપિયા લઈ યુવક-યુવતીઓને અંદર જવા પરવાનગી આપી દે છે. જેઓ અંદર દારૂ પાર્ટી સહિતના કામ કરે છે.
- આ મામલે ગાર્ડને પ્રશ્ન કરવામાં આવતા તેમણે કહ્યું કે- અમે માત્ર 5 ગાર્ડ છીએ રાતે દારૂની બોટલો સાથે 50-60 જેટલા યુવક-યુવતીઓ આવે છે. તેમને અમે કેવી રીતે અટકાવી શકીએ.
 
ભાનગઢની કહાણી...

- ભાનગઢ કિલ્લાને 17મી સદીમાં મહારાજા માધોસિંહ દ્વારા બનાવડાવવામાં આવ્યો હતો. અહીં આત્માઓનો વાસ હોવાની કહાણીઓ પણ સાંભળવા મળે છે.
- એક સમયે અહીં રહેતો તાંત્રિક ભાનગઢની રાજકુમારી રત્નાવતીની સુંદરતાનો કાયલ થઈ ગયો હતો.
- રાજકુમારીને પામવા તાંત્રિકે કાળાજાદુનો સહારો લીધો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. 
- રાજાને આ વાતની જાણ થતાં તેમણે તાંત્રિકને મોતની સજા ફટકારી હતી.
- મૃત્યુ સમયે તાંત્રિકે થાનગઢની પ્રજાને શ્રાપ આપ્યો કે મોત બાદ તેમની આત્માઓને મુક્તિ નહીં મળે.
- તે પછીથી શહેરના વિનાશની કહાણીનો પ્રારંભ થયો અને આજે અહીં માત્ર ખંડેર ઈમારતો જ છે.
- સ્થાનિકો રાતના સમયે ભયાનક અવાજો સંભળાતી હોવાનો દાવો કરે છે. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Night Party Of Young Boys And Girls At Bhangarh Fort
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended