Home »National News »Latest News »National» Become A Judgment Supreme Court Construction Of Ram Temple

‘સુપ્રીમનો ચુકાદો બનશે રામમંદિર નિર્માણનો બંધારણીય માર્ગ’

Vijay Upadhay, Lakhnow | Feb 07, 2017, 05:17 AM IST

  • ‘સુપ્રીમનો ચુકાદો બનશે રામમંદિર નિર્માણનો બંધારણીય માર્ગ’,  national news in gujarati
લખનઉ:  ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપના ઘોષણાપત્ર પર અનેક મુદ્દા અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે ભાસ્કર સાથે વાતચીત કરી. 

ભાજપના ઘોષણાપત્રમાં બંધારણિય દાયરામાં રામ મંદિર બનાવવાની સંભાવનાઓ અંગે વાત કરી છે, ભાજપને કયો વિકલ્પ પસંદ છે? 
એક જ બંધારણિય માર્ગ છે અને તે છે માનનીય સુપ્રીમ કોર્ટનો ચૂકાદો. દેશ જેની રાહ જોઈ રહ્યો છે તે ટૂંક સમયમાં જ આવશે. 

સહમતિ પર કોઈ સંભાવના હોઈ શકે, કેમ કે બંધારણિય માર્ગ તો આ પણ છે? 
બિલકુલ છે, જો હોય તો સારો છે, પરંતુ જે લોકો તેના પર રાજનીતિ કરી રહ્યા છે, તેઓ માર્ગ કાઢવા નહીં દે. 

ઉ.પ્ર.માં સીએમ પદનો કોઈ ચહેરો જાહેર કર્યો નથી. શું અહીં પણ બિહાર જેવી જ સ્થિતિ છે. એક બાજુ કોંગ્રેસ અને સપા ગઠબંધન, બીજી તરફ ભાજપ પાસે સીએમ ચહેરો નથી?
એ ગઠબંધન પાસે કોઈ રાજકીય મૂડી નથી. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ દરેક સ્થળે હાર્યું છે. દેશની પ્રજા કોંગ્રેસને નગરનિગમને લાયક પણ ગણતી નથી. આ હતાશ વારસાની રાજનીતિનું પણ એક દબાણ છે અને તેમાં યુપીનો ઉદ્ધાર થશે નહીં. 

અખિલેશ કહે છે, 3 વર્ષની ભાજપની કેન્દ્ર સરકારે પાસે બતાવવા લાયક એક કામ નથી? 
તેઓ પોતાનાં પાંચ વર્ષનો હિસાબ આપવાની સ્થિતિમાં નથી, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા સૌથી વધારે વધી છે. સૌથી વધુ વિદેશી મૂડીનું રોકાણ થયું છે. સૌથી વધુ ફોરેન રિઝર્વ વધ્યો. મુદ્રા યોજનામાં કરોડો પાનવાળા- ચા વાળાને ફાયદો થયો છે. 73 હજાર કિમી સડકનું નિર્માણ. અમે ગોરખપુરથી હલ્દિયા અને જગદીશપુર પાઈપલાઈન લાવી રહ્યા છીએ, જેમાં લગભઘ 20,000 ગામ અને 20 શહેરનું યુપી અને બિહાર કનેક્શન થવાનું છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: become a judgment Supreme Court construction of Ram temple
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext