Home »National News »Desh» Bathu Temples Cluster Is One Of The Attractive Place For Tourist In Summer

8 મહિના તળાવમાં ડૂબેલું હોય છે આ મંદિર, પાણી ઉતરતા આવું દેખાય છે

divyabhaskar.com | May 19, 2017, 13:05 PM IST

  • આ મંદિર વર્ષમાં માત્ર 4 મહિના (માર્ચ-જૂન) માટે જ જોવા મળે છે. બાકીના 8 મહિના તે પાણીમાં ડૂબેલું રહે છે.
લુધિયાણાઃપંજાબના તલવાડા શહેરથી અંદાજે 34 કિલોમીટરના અંતરે આવેલા પોંગ ડેમ તળાવની વચ્ચે એક અદભુત મંદિર આવેલું છે. આ મંદિર વર્ષમાં માત્ર 4 મહિના (માર્ચ-જૂન) માટે જ જોવા મળે છે. બાકીના 8 મહિના તે પાણીમાં ડૂબેલું રહે છે. ઉનાળામાં પાણી ઉતરતા જ મંદિર દેખાવા લાગે છે, જેને જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. મંદિરને બનાવવામાં ઘણા મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે 35 વર્ષોથી પાણીમાં ડૂબેલું આ મંદિર સંપૂર્ણ સુરક્ષિત છે.
 
વર્ષના 8 મહિના પાણીમાં રહે છે મંદિર

- આ મંદિરની પાસે એક મોટો પિલ્લર છે, પોંગ ડેમમાં પાણી વધુ હોય ત્યારે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને માત્ર તે પિલ્લરનો ભાગ બહાર જોવા મળે છે.
- મંદિરના પથ્થરો પર મા કાળી અને ભગવાન ગણેશની પ્રતિમાઓ બનેલી છે. મંદિરની અંદરે વિષ્ણુ અને શેષ નાગની મૂર્તિ રાખવામાં આવી છે.
- મંદિરની આસપાસ ટાપૂ જેવા સ્થળ છે જેને રેનસર નામે ઓળખવામાં આવે છે. 
- આ સ્થળે ઘણા પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે. મંદિર સુધી તલવાડા-જવાલીથી બસ થકી પહોંચી શકાય છે.
 
કુલ 8 મંદિરનો સમૂહ...

- અહીં કુલ 8 મંદિર આવેલા છે, જે બાથૂ નામના પથ્થરથી બનેલા છે. જેને કારણે તેનું બાથૂની લડી પડ્યું.
- અહીં બનેલા પિલ્લરની અંદર 200 સીડી આવેલી છે, પિલ્લરની ઉપર ચઢી 15 કિલોમીટર સુધીનો નજારો જોઈ શકાય છે.
- પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીં આશ્રય લીધો અને ભગવાન શિવની પૂજા કરવા મંદિર બનાવ્યું હોવાની માન્યતા છે.
- પાણી ભરેલું હોય ત્યારે લોકો આ મંદિર સુધી પહોંચવા માટે હોડીઓનો ઉપયોગ કરે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bathu Temples Cluster is One Of The Attractive Place For Tourist in Summer
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended