Home »National News »Desh» Heritage Royal Cenotaphs Of Kings & Queens Are Attracting People For Photoshoot

આ છે રાજા-મહારાજાઓનું સ્મશાન, સૂર્યપ્રકાશથી ચમકે છે સોનાની જેમ

divyabhaskar.com | May 19, 2017, 00:07 AM IST

  • આ સ્થળનું નામ છે બડાબાગ. થારના રણમાં બનેલી છત્રીઓ સૂર્યપ્રકાશ પડતા જ સોનાની જેમ ચમકે છે.
જેસલમેર (રાજસ્થાન) :સોનાની જેમ ચમકતી માટી વચ્ચે રાજસ્થાનમાં એક એવું સ્થળ આવેલું છે જે પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષે છે. જોકે તંત્ર દ્વારા પાછલા ઘણા સમયથી અવગણના કરાતી હોવાને કારણે આ ઐતિહાસિક ધરોહરનો ધીમે-ધીમે નાશ થઈ રહ્યો છે. જોકે આ સ્થળ વિશે ઘણા ઓછા લોકો જાણે છે.
 
મહારાજાઓની છે સ્મશાન ભૂમિ.........

- આ સ્થળનું નામ છે બડાબાગ. થારના રણમાં બનેલી છત્રીઓ સૂર્યપ્રકાશ પડતા જ સોનાની જેમ ચમકે છે. 
- અહીં પહોંચી સેલ્ફી લેતા લોકોને કદાચ જ જાણ હશે કે, જેસલમેરના રાજવી સમયગાળામાં રાજા-મહારાજાઓ માટે આ સ્મશાન ભૂમિ હતી.
- અહીં રાજવી પરિવારના સભ્યોના મોત થવા પર અંતિમ સંસ્કાર બાદ છત્રીનું નિર્માણ કરાવવામાં આવતું.
- શ્રેષ્ઠ સ્થાપત્ય કળાને કારણે સામાન્ય લોકોની સાથે પ્રવાસીઓ માટે પણ આ છત્રી આકર્ષણનું કેન્દ્ર રહી છે.
 
થાય છે ફોટોસેશન....

- બડાબાગની છત્રીઓ નવદંપત્તિઓના પ્રિ-વેડિંગ-પોસ્ટ વેડિંગ માટેનું પસંદગીનું સ્થળ બની ગયું છે.
- બડાબાગ જેસલમેરથી 6 કિલોમીટરના અંતરે આવેલું છે, તેને અહીંના રાજાએ બોલાવ્યું હતું.
- જૈસલમેરની શોધ કરનારા રાજા જયસિંહના મોત તેમના અંતિમ સંસ્કાર અહીં જ કરવામાં આવ્યા હતા.
- જે પછી રણપ્રદેશમાં એક મોટુ ગાર્ડન (બડા બાગ) બનાવ્યું અને એક છત્રી સ્થાપિત કરી હતી.
- તે પછી ઘણા રાજા-મહારાજાનું અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું.
- આ છત્રીઓ તેમની યાદમાં જ બનાવવામાં આવી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ અહીંની સંબંધિત તસવીરો........)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: heritage Royal Cenotaphs Of Kings & Queens are attracting People For Photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended