Home »National News »Latest News »National» Bank In Hut And Foot Traders Are Eligible For Bank Loans Only

ઝૂંપડીમાં બેન્ક, ફૂટપાથ પર વેપાર કરનારાને જ લોન આપે છે

Shrisankar Shukla, Durg | Jan 23, 2017, 22:27 PM IST

  • ઝૂંપડીમાં બેન્ક, ફૂટપાથ પર વેપાર કરનારાને જ લોન આપે છે,  national news in gujarati
દુર્ગ:છત્તીસગઢના દુર્ગમાં બસસ્ટેશન પાસે એક ઝૂંપડીની છત ઉપર એસ્બેસ્ટોસની શિટ હતી. વરસાદમાં પાણી ટપકવા લાગ્યું તો તેના ઉપર બોરીઓ નાખીને તાલપત્રીથી ઢાંકી દેવામાં આવ્યું. તેના બોર્ડ ઉપર ધ્યાન ન જાય તો એમ લાગે કે જાણે ચાની દુકાન છે. પરંતુ આ એક કો-ઓપરેટિવ બેન્કની હેડઓફિસ છે. તેનું એક વર્ષનું ટર્નઓવર રૂ. 22.84 કરોડનું છે. આ બેન્ક માત્ર ફૂટપાથના વેપારીઓને લોન આપે છે.
 
બેન્ક અત્યાર સુધી 3 હજાર કરતાં વધુ લોકોને લાભ આપી ચૂકી છે. દર વર્ષે ધિરાણનું પ્રમાણ રૂ. 1 કરોડના દરે વધે છે. બેન્કમાં હાલ 800 બચત/ચાલુ ખાતા અને 500 લોન ખાતાં છે. લઘુમતિ સહકારી શાખ સમિતિ અંતર્ગત 1998માં રૂ. 18 હજારથી બેન્કની શરૂઆત કરવામાં આવી હતી.
 
 બેન્કના અધ્યક્ષ રઉફ કુરેશી જણાવે છે કે સામાન્ય બેન્કો ફૂટપાથના વેપારીઓને દસ્તાવેજો ન હોવાને કારણે લોન નથી આપતી. હું 1998માં લઘુમતિ કલ્યાણ સમિતિનો સભ્ય હતો. પ્રશાસને ગરીબોને લોન આપવાની યોજના શરૂ કરી પરંતુ બેન્કોએ રસ નહોતો દાખવ્યો. શાકભાજીનો વેપાર કરનારા એક યુવાનનું કહેવું છે કે બેન્કો મદદ કરતી ન હોવાને કારણે અમારે શાહુકારો પાસેથી પૈસા માગવા જવું પડતું હતુંં. શાહુકારો રોજ 10-15 ટકા લેખે વ્યાજ લેતા હતા. ક્યારેક પૈસા ન આપી શકાય તો ગાળાગાળી કરીને માર મારતા.
 
રઉફ કહે છે કે આ તકલીફ જોઈને આવી બેન્ક શરૂ કરવાનો વિચાર આવ્યો. કે જે ગરીબોને સસ્તા દરે લોન આપી શકે. તે વર્ષે જ બેન્કિંગ ક્રેડિટ સોસાયટીની શરૂઆત કરવામાં આવી. એડ્રેસ પ્રુફ અને 6ણ ગેરંટરના આધારે જ લોન આપવાનું શરૂ કરવામાં આવ્યું. જે પ્રથા આજે પણ ચાલુ છે. બેન્કની મદદથી કેટલાક લોકો તો આજે મોટા વેપારી બની ગયા છે. રઉફ કહે છે કે લઘુમતિ બેન્ક વાર્ષિક 15 ટકાના દરે લોન આપે છે. બેન્ક પોતે લોન લેનારા પાસે જઈને રોજ કે મહિનાના હિસાબે નાણાં ઉઘરાવે છે. પૈસા ઉઘરાવ્યા બાદ લોનનું વ્યાજ નાનાથી મોટા વેપારીઓના ક્રમમાં લેવામાં આવે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bank in Hut and Foot Traders are eligible for bank loans only
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext