Home »National News »Photo Feature» Alwar Fort Is 5 Km Long And Is About 1.5 Km Wide On A Hill In The Aravalli Range

પહાડ પર 5 KM વિસ્તારમાં ફેલાયેલો છે આ કિલ્લો, અંદર જવા માટે છે 6 દરવાજા

divyabhaskar.com | Feb 02, 2017, 09:28 AM IST

અલવરઃ રાજસ્થાનનાં ઈતિહાસની ચર્ચામાં અહીંના કિલ્લા જરૂર સામેલ થાય છે. અહીંના કિલ્લાઓ કોઈને કોઈ શાસનકાળની કહાની જણાવે છે. આવો જ એક કિલ્લો છે જેને અલવરનો કિલ્લા તરીકે પણ જાણવામાં આવે છે. આ કિલ્લા પર મુગલ, મરાઠા અને જાટ સમુદાયના રાજાઓએ શાસન કર્યું છે. આ કિલ્લા ખાસ તો દુશ્મન પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. 
 
 
 
કિલ્લાની વિશેષતા

- એક માન્યતા પ્રમાણે આ કિલ્લાનું નિર્માણ 1492માં હસન ખાન મેવાતીએ કરાવડાવ્યું હતું.
- 1775માં આ કિલ્લા પર માહારાવ રાજા પ્રતાપ સિંહનું શાસન હતું, જેમણે અલવરની સ્થાપ્ના કરી હતી.
- પહાડ પર બનેલો આ કિલ્લો ઉત્તર-દક્ષિણ દિશામાં આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. પૂર્વથી પશ્ચિમમાં આની લંબાઈ 1.6 કિલોમીટર છે.
- આ કિલ્લા પરથી દુશ્મનો પર તોપથી હુમલો કરવા 446 છિદ્ર તૈયાર કરવામાં આવ્યા હતા.
- કિલ્લામાં આવવા-જવા માટેના કુલ 6 દરવાજા બનેલા છે. જેમના નામ જય પોલ, સૂરજ પોલ, લક્ષ્મણ પોલ, ચાંદ પોલ, કિશન પોલ અને અંધેરી પોલ હતા.
- આ કિલ્લો અંદરથી પ્રાચીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.
 
જહાંગીર પણ રહ્યો હતો અહીં

- દુશ્મનોથી બચવા અને તેમના પર હુમલો કરવા આ મહેલ અને કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
- આ કિલ્લામાં 15 મોટા ટાવર અને 51 નાના ટાવર છે. અહીં જહાંગીરે પણ અમુક સમય પસાર કર્યો હતો.
- જહાંગીર જ્યાં રોકાયો હતો તેને સલીમ મહેલ તરીકે ઓળખવામાં આવે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ કિલ્લાની વધુ તસવીરો)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Alwar fort is 5 Km long and is about 1.5 Km wide on a hill in the Aravalli Range
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended