Home »National News »Photo Feature» Police Trying To Know Reason Of Murder From Accused Lover

પ્રેમીને ફ્લાઈટથી મળવા આવતી હતી GF, પોલ ખુલતા જ આવ્યો કરુણ અંત

Dhiraj Yadav | Feb 06, 2017, 09:55 AM IST

  • આરોપી ઉદયન અને ઈનસેટ તસવીરમાં આકાંક્ષા.
ભોપાલઃઅહીંના હાઈપ્રોફાઈલ આકાંક્ષા શર્મા કેસમાં પોલીસ હવે હત્યા કરવાના કારણની તપાસ કરી રહી છે. હત્યારા પ્રેમી ઉદયને જણાવ્યું કે, તે આકાંક્ષાને છેલ્લા 7 વર્ષથી ખોટુ બોલી સાથે રહી રહ્યો હતો. તે દગો આપી રહ્યો હોવાની પોલ આકાંક્ષા સામે ખુલી જતા આરોપીએ પ્રેમિકાની હત્યા કરી હતી.
 
 
 
ફ્લાઈટથી મળવા પહોંચતી હતી આકાંક્ષા
 
- આરોપીએ જણાવ્યું કે, તે આકાંક્ષાને કહેતો કે તેને 4 દિવસની રજા મળી છે. 2 દિવસ જેટલો સમય અમેરિકા આવા-જવામાં થઈ જશે. બાકીના બે દિવસ તેની સાથે પસાર કરવા માગે છે.
- આ કારણે આકાંક્ષા ભોપાલ ફ્લાઈટથી આવતી હતી. જે પછી તે આકાંક્ષા તેની રિટર્ન ફ્લાઈટ પછી પોતાની ફ્લાઈટ હોવાનું કહેતો.
- આકાંક્ષા ફ્લાઈટ પરત જતી ત્યારે ઉદયન ટેક્સી કરી ઘરે જતો રહેતો હતો. બીજા યુવકો સાથે સંબંધો હોવાની વાત કરી તે આકાંક્ષા સાથે લડવા લાગતો અને અંતે ગળુ દબાવી તેની હત્યા કરી હતી.
- ઉદયન બાળપણથી જ ખોટા સંગતમાં મોટો થયો હોવાથી તેની માનસિકતા એવું હોવાનું ઘણા લોકોએ જણાવ્યું હતુ,
- આકાંક્ષા 2007માં ઉદયનના સંપર્કમાં આવી. તે પછી ફ્લાઈટમાં ઘણીવાર પ્રેમીને મળવા આવતી રહેતી હતી.
 
આમ લાશને ઠેકાણે લગાવી...

- પોલીસ પૂછપરછમાં ઉદયને જણાવ્યું કે, આકાંક્ષાનું ગળુ દાબી હત્યા કર્યા બાદ તેણે ઘણા સમય સુધી તેને ઠેકાણે લગાવવા રાહ જોતો રહ્યો.
- કંઈ સમજમાં ન આવતા લાશને ફ્રીજમાં સંતાડી તથા પાડોશીઓના ફરવા જવા પર ઠેકાણે પાડવાનો નિર્ણય કર્યો.
- એક દિવસ તક મળતા રવિ નામના યુવકને 8 બોરી સિમેન્ટ અને રેતીનો માલ તૈયાર કરવા કહ્યું.
- ફ્રીજથી આકાંક્ષાની લાશ નીકાળી પ્લાસિરની થેલીઓમાં ભરી. તે પછી લાશને પેટીમાં ભરી દીધી. અંતે બોક્સની ઉપર આરોપીએ ચબુતરો બનાવી દીધો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આ મર્ડર કેસ સંબંધિત વધુ તસવીરો......................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police Trying To Know Reason Of Murder From Accused Lover
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended