Home »National News »Photo Feature» Baby Boy Born With Rare Genetic Problems With Premature Body Parts

મહિલાએ એલિયન જેવા બાળકને આપ્યો જન્મ, જોવા જામી ભીડ

divyabhaskar.com | Jan 25, 2017, 00:03 AM IST

પટણાઃ બિહારના પાટનગરમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં પાલીગંજ હોસ્પિટલમાં એક મહિલાએ એલિયન જેવા દેખાતા બાળકને જન્મ આપ્યો છે. મહિલા પાલીગંજના અજિમ નગર કોલોનીમાં રહેનારી છે. ઉલ્લેખનીય છે કે, બાળકનો જન્મ સવારે 8 કલાકે થયો હતો. બાળકને જોયા બાદ હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ગયો હતો.
બાળકનો ચહેરો જોઈ ડરી ગઈ માતા....

- બાળકના જન્મ બાદ તેના માતા-પિતા પુત્રને ઘરે લઈ ગયા. 
- આ મામલે પાડોશીઓને જાણ થતા બાળકને જોવા ઘરે લોકોની ભીડ જામી હતી.
- બાળકના જન્મ બાદ તેના શરીરનો આકાર અને વિચિત્ર ચહેરો જોયા બાદ તેની માતા ડરી ગઈ હતી. જોકે તે પછી થોડીવાર તેને પોતાના ખોળામાં રાખ્યો હતો.
- ડિલિવરી કરનારા ડોક્ટરે જણાવ્યું કે, આ પ્રકારના કિસ્સા અગાઉ પણ બનેલા છે. બની શકે માત્રા-પિતાના જીનમાં મ્યૂટેશન થવાથી આમ બન્યું હોય.
- એક ડૉક્ટર અનુસાર, બાળક હર્લેક્વિન ઈચથિસ્યોસિસ બીમારીથી પીડિત છે. આ બીમારી 10 લાખ બાળકોમાંથી 1 બાળકમાં જોવા મળે છે.
- બાળકની ચામડી લીલા રંગની હતી, જ્યારે શરીર પર કાચબા જેવી આકૃતિ બનેલી હતી.
- બાળકના માથા સહિત શરીરના ઘણા અંગો વિકસ્યા નહોતા.
- બાળકના મોટા માથા સામે બંને કાન અવિકસિત જણાતા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...............................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Baby Boy Born With Rare genetic Problems With premature body parts
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended