Home »National News »Latest News »National» J&K Avalanche Hits Army Camp, 2 Missing

કાશ્મીર: હિમસ્ખલનથી 14 જવાન શહીદ, હજી તીવ્ર હિમસ્ખલનની વોર્નિંગ

divyabhaskar.com | Jan 27, 2017, 12:33 PM IST

  • હિમપ્રપાતમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવકાર્યની ફાઈલ તસવીર
શ્રીનગર: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં થયેલી હિમસ્ખલનમાં 14 જવાન શહીદ થયા છે. ગુરુવારે વધારે 4 જવાનની ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. બુધવારે ગુરેઝમાં આર્મી કેમ્પ બે હિમસ્ખલનની ઝપટમાં આવી ગયો હતો. જેમાં અનેક સૈનિકો બરફ નીચે દબાઈ ગયા હતા. તંત્ર દ્વારા કાશ્મીરના બરફાચ્છાદિત વિસ્તારોમાં શરૂ થયેલા સ્નો ફોલને કારણે આગામી સમયમાં તીવ્ર હિમસ્ખલનની વોર્નિંગ આપવામાં આવી છે.
 
14 સૈનિક વીરગતિને વર્યા 
 
ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે, બુધવારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલો સૈન્ય કેમ હિમસ્ખલનની ઝપટમાં આવી ગયો હતો. બુધવારે જ કેટલાક સૈનિકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 10 સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા.
 
ઉરીમાં હિમસ્ખલનથી એકનું મોત
 
આ દરમિયાન ઉરી ક્ષેત્રમાં 60 વર્ષીય વ્યક્તિનું હિમસ્ખલનની ઝપેટમાં આવી જતા મોત થયું છે. ફતેહ મોહમ્મહ મુઘલ નામનો વ્યક્તિ ગઇકાલે ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયો હતો. પોલીસ તેમજ સ્થાનિક લોકોએ તેને બરફમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું. બુધવારથી લઇને અત્યાર સુધી હિમસ્ખલનને કારણે 15 જવાન સહિત કુલ 20 લોકોના મોત થયા છે.
 
ગુરૂવારે રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પ પર હીમસ્ખલન
 
જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં હિમપ્રપાત થવાથી 51 રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પને અસર પહોંચી હતી. જેના કારણે બે સૈનિકો લાપતા થયા છે. જેમને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
 
બુધવારે મેજર વીરગતિને વર્યા
 
ગાંદરબલ જિલ્લાના સોનગઢ વિસ્તારમાં બુધવારે સૈન્યનો કેમ્પ હિમપ્રપાતની લપેટમાં આવી ગયો. એક મેજર સહિત આઠ જવાન ઝપટમાં આવી ગયા હતા. જવાનો બચી ગયા હતા પરંતુ મેજર શહીદ થઇ ગયા. સેનાની 115 ટીએની બટાલિયન સોનામઢ વિસ્તારમાં નિયુક્ત છે. જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે.
 
વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરેઝમાં જવાનોની વીરગતિ અંગે શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર વડાપ્રધાને લખ્યું, "કાશ્મીરમાં હિમપ્રપાતને કારણે ભારતીય જવાનોના મોતથી દુઃખ થયું છે. તપાસ અને બચાવ અભિયાનમાં ગતિ લાવવા તંત્રને નિર્દેશ આપ્યા છે."
 
ગત વર્ષે પણ હીમપ્રપાતને કારણે દસ સૈનિકો વીરગતિને વર્યા હતા. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: J&K avalanche hits army camp, 2 missing
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext